બેંગ્લુરુ, તા. 18 : પૂર્વ અમેરિકી ઓપન રૂસી ખેલાડી
ડેનિલ મેદવેદેવ, 2022ની વિમ્બલ્ડન ચેમ્પિયન એલેના રાયબાકિના સહિતના સ્ટાર આંતરરાષ્ટ્રીય
ખેલાડીઓ 17 ડિસેમ્બરથી અહીં રમાનાર વર્લ્ડ
ટેનિસ લીગમાં ભાગ લેશે. આ સ્પર્ધાની શરૂઆત 2022થી થઇ છે અને ભારતમાં પહેલીવાર રમાશે. અગાઉ આ ચાર દિવસીય ટેનિસ
ટૂર્નામેન્ટ સાઉદી અરબ ખાતે યોજાઈ હતી. મેદવેદેવ અને રાયબાકિના ઉપરાંત ઓસ્ટ્રેલિયન
ખેલાડી નિક કિર્ગિયોસ, ફ્રાંસનો ગેલ
મેનફિલ્સ અને પાઉલો બાડોસ વર્લ્ડ ટેનિસ લીગના હિસ્સા બનશે. હાલમાં જ ઇન્ટરનેશનલ લેવલે
સંન્યાસ લેનાર ભારતનો સ્ટાર ડબ્લસ ખેલાડી રોહન બોપન્ના પણ ઘરઆંગણે કોર્ટમાં ઉતરશે.
વર્લ્ડ ટેનિસ લીગમાં ચાર ટીમ વચ્ચે રાઉન્ડ રોબિન રાઉન્ડથી રમાશે. દરેક ટીમ વચ્ચે પુરુષ
સિંગલ્સ, મહિલા સિંગલ્સ અને બે મિકસ્ડ ડબલ્સ મેચ રમાશે. ટોચની
બે ટીમ વચ્ચે ફાઇનલ મુકાબલો રમાશે.