• બુધવાર, 19 નવેમ્બર, 2025

સાત્વિક-ચિરાગ ઓસ્ટ્રેલિયન ઓપનના બીજા રાઉન્ડમાં

સિડની, તા.18 : ભારતના સ્ટાર શટલર સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટી ઓસ્ટ્રેલિયા ઓપન સુપર પ00 બેડમિન્ટન ટૂર્નામેન્ટના મેન્સ ડબલ્સના બીજા રાઉન્ડમાં પહોંચી ગયા છે. ભારતીય જોડીએ ચીની તાઇપેની જોડી ચાંગ કો ચી અને પો લી વેઇ વિરુદ્ધ 48 મિનિટમાં 2પ-23 અને 21-16થી વિજય મેળવ્યો હતો જ્યારે મહિલા ડબ્લસમાં ત્રીસા જોલી અને ગાયત્રી ગોપિચંદ પહેલા રાઉન્ડમાં ઇન્ડોનેશિયાની જોડી વિરુદ્ધ 10-21 અને 14-21થી હારીને ઓસ્ટ્રેલિયન ઓપનની બહાર થઇ હતી. ભારતના અન્ય ખેલાડીઓ લક્ષ્ય સેન, એચએસ પ્રણય, કિદાંબી શ્રીકાંત અને આયુષ શેટ્ટી તેમના અભિયાનનો આરંભ બુધવારે કરશે. 

Panchang

dd