• બુધવાર, 19 નવેમ્બર, 2025

ગાંધીધામના ભારતનગરમાં કમિશનર દ્વારા સફાઈનું નિરીક્ષણ કરી સૂચનાઓ અપાઈ

ગાંધીધામ, તા. 18 : ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોમાં સફાઈની સ્થિતિ ખરાબ છે. એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો છે તે પૂરતા માનવબળ અને સંસાધન સાથે કામ કરતી નથી તેવા ગંભીર આક્ષેપો છે ને એટલા માટે જ શહેરની સ્થિતિ સુધરતી નથી આ ઉપરાંત તત્કાલીન સમયે જ્યારે ટેન્ડર પ્રક્રિયા કરી તેમાં પણ અનેક ખામીઓને થતી હોય હોવાથી હાલના સમયે લાખો રૂપિયાના ખર્ચે ખુદ મહાનગરપાલિકાએ જેસીબી ટ્રેક્ટરો,અને લોડર ભાડે રાખીને સફાઈની કામગીરી કરાવવી પડી રહી છે. કમિશનર વ્યવસ્થાઓ સુધારવા પરિશ્રમ કરી રહ્યા છે પરંતુ સફાઈના મામલામાં ધાર્યું પરિણામ મળતું નથી અધિકારીઓ સફાઈ એજન્સી પાસેથી કામ લેવામાં પણ નિષ્ફળ છે અને એજન્સી વ્યવસ્થિત કામગીરી કરવામાં નિષ્ફળ છે તે વચ્ચે શહેરના ભારતનગરમાં મ્યુનિસિપલ કમિશનરે નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનાઓ આપી હતી કમિશનર મનીષ ગુરુવાનીએ ભારતનગરમાં સફાઈની કામગીરીનું નિરીક્ષણ કરીને વેપારીઓ સાથે ચર્ચાઓ કરી હતી. તેમની પાસેથી સમસ્યાઓ ની માહિતી મેળવી હતી સફાઈ બાબતે ટકોર કરી હતી. તો પીવાના પાણીનો વેડફાટ કરનાર સામે કાર્યવાહી કરવાનું કમિશનરે કહ્યું હતું.જો પાણીનો વેડફાટ કરવામાં આવશે તો તેમનું પાણી જોડાણ કાપી નાખવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપી હતી.આ સમય એ સેનેટરી ઇન્સ્પેક્ટર ગાયત્રી પ્રસાદ જોષી સહિતના કર્મચારીઓ સાથે રહ્યા હતા. ભારતનગરના વેપારીઓ સંગઠને મહાનગરપાલિકાને સ્વચ્છતા બાબતે સહકાર આપવાની ખાતરી આપી હતી. ગાંધીધામમાં સૌથી મોટો ભારતનગરનો વિસ્તાર છે અહીં ગરીબ મધ્યમ વર્ગીય પરિવારો વસવાટ કરી રહ્યા છે સમસ્યા અનેક છે રોડ રસ્તા બરોબર નથી સફાઈ નિયમિત થતી નથી.આ વિસ્તારમાં દબાણોની ભરમાર છે તેના કારણે પણ અનેક સમસ્યાઓ છે. ખાસ કરીને દૂષિત પાણી અને ગંદકીથી મુશ્કેલીઓ વધી રહી છે સફાઈ એજન્સી વ્યવસ્થિત રીતે કામ કરતી નથી કર્મચારીઓ એજન્સી ને વધુ કઈ કહી શકતા નથી તત્કાલીન સમયના કોન્ટ્રાક્ટમાં જ ક્ષતિઓ તેના કારણે મહાનગરપાલિકા ઉપર આર્થિક ભારણ વધી રહ્યું છે પણ હાલના સમયે સફાઈની ગંભીર સમસ્યા છે. કમિશનર તેમજ બંને ડેપ્યુટી કમિશનર એજન્સી પાસેથી વ્યવસ્થિત કામગીરી લે તેવી માંગ લોકોએ કરી હતી. 

Panchang

dd