• બુધવાર, 19 નવેમ્બર, 2025

સગીરાને ફસાવી દુષ્કર્મના ગુનાનો સુરેન્દ્રનગરનો નાસતો આરોપી ઝડપાયો

ભુજ, તા. 18 : નખત્રાણાની સગીરાને સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામથી મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારવા તથા બીભત્સ ફોટા વાયરલની ધમકી આપી નાણાં પડાવી અને વધુ નાણાંની માગણી કરવાના આ ચર્ચાસ્પદ ગુનાનો નાસતો-ફરતો આરોપી દીપક વાડીલાલ સોલંકી (રહે. મોજીદળ તા. ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર)ને તેના ગામથી પશ્ચિમ કચ્છની એલસીબીની ટીમે ઝડપીને બનાવ-ગુના અંગે સમજ કરતા આરોપીએ ગુનાની કબૂલાત કરતાં તેને હસ્તગત કરીને આગળની કાર્યવાહી અર્થે નખત્રાણા પોલીસને સોંપવામાં આવ્યો છે. 

Panchang

dd