નખત્રાણા, તા. 18 : અબડાસા વિધાનસભા ક્ષેત્રમાં
રસ્તાકામ, આરોગ્ય સેવાના રૂા. 767.50 લાખના વિકાસકામોનું ખાતમુહૂર્ત
કરાયું હતું. કાર્યક્રમમાં રવિભાણ આશ્રમના લઘુમહંત સુરેશદાસ બાપુએ ગામની ઉન્નતિ તથા
વિકાસકામોની વૃદ્ધિ થવાના આશીર્વચન આપ્યા હતા. જૂના સર્વે મુજબ રેલવે સેવાથી સરહદી
વિસ્તારનો વિકાસ કરવાની પ્રક્રિયા તથા મોટા ડેમોને નર્મદાનાં પાણીથી ભરવા સહિતના વિકાસકામો
ઝડપથી કરવા ચક્રો ગતિમાન થયા છે તેવું જણાવતાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ વિવિધ
વિકાસકામો સંપન્ન થયે વિસ્તારના ભાંગી પડેલાં ગામોના સ્થળાંતર કરી ગયેલા લોકો પરત ફરશે
તેવું જણાવ્યું હતું. મોટી વિરાણીમાં ગ્રા.વિ. મંડળના પ્રમુખ ભરતભાઇ સોમજિયાણીએ આરોગ્યલક્ષી
સરકારી દવાખાનાનું નિર્માણ અંતરિયાળ ગામોના દર્દીઓ માટે આશીર્વાદરૂપ ગણાવ્યું હતું.
નાની અરલ પાટિયાથી સિદ્ધયોગી ધોરમનાથ દાદાની તપોભૂમિ ધીણોધર ડુંગરને સાંકળતા માર્ગના
રિસર્ફેસિંગ કામના ખાતમુહૂર્તમાં સરપંચ દિલાવરસિંહ જાડેજા, ભીભાજી જાડેજા, મહિપતસિંહ
સોઢા, પ્રવીણસિંહ જાડેજા, સામતભાઇ આહીર,
તુલસીદાસ પટેલ, કાંતિભાઇ ભગત, જુસાભાઇ લુહાર, લધારામ, નાનજી ગોરડિયા,
બુધુભા જાડેજા, ખીમાજી જાડેજાએ વિકાસકામો માટે
ધારાસભ્યોના પ્રયત્નોને બિરદાવ્યા હતા. શાત્રોક્તવિધિ વિનોદભાઇ જોશીએ કરી હતી. ધીણોધર
જાગીરના કારભારી વિજયરાજજી જાડેજાએ સ્વાગત તથા આભારવિધિ ઉપસરપંચ ભીમજી આહીરે કરી હતી. પૈયા-મોતીચૂર વચ્ચેની નદી પર પાપડી કામ, વજીરાવાંઢ એપ્રોચ રોડ, રતડિયા એપ્રોચ રોડ કામના ખાતમુહૂર્તમાં તા.પં. સદસ્ય હોતખાન મુતવા,
જબાર જત, હિતેશ બારૂ, હાજી
જુલણ, અબ્દુલ સલામ, વી. એમ. લાલવાણી,
મુસા દતા, તા. ભાજપ પ્રમુખ ધર્મેશ કેસરાણી સહિતના
અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.સંચાલન હરિસિંહ રાઠોડે કર્યું હતું. દર્દીઓ માટે સુવિધાપૂર્ણ
પી.એચ.સી. કેન્દ્ર સહિતના તા.ના સમસ્ત કાર્યોના ખાતમુહૂર્તમાં રાજેન્દ્રસિંહ જાડેજા
(ચે.આ. જિ.પં.), પૂર્વ ચેરમેન કરશનજી જાડેજા, ઉત્પલસિંહ જાડેજા (કા.ચે. તા.પં.), જયસુખભાઇ પટેલ,
હરિસિંહ રાઠોડ, ગોરધનભાઇ રૂડાણી, વસંતભાઇ વાઘેલા, નયનાબેન પટેલ, લાલજીભાઇ રામાણી, ધીરજભાઇ પટેલ, કમલેશભાઇ રાવલ, કાનજી બળિયા, ગોવિંદભાઇ
બળિયા (પૂર્વ સરપંચ), સવિતાબેન સોલંકી, હાજી નૂરમામદ ખત્રી, સંગીતાબેન ઠક્કર (તલાટી),
દીપકભાઇ આઇયા, દયાલભન ગોસ્વામી, જયેશ કાનાણી, વેલભાઇ રબારી, ચંદુભાઇ
વાઘેલા, પરસોત્તમ દિવાણી, મનોજ માનાણી,
મોહનભાઇ કોઠારી, મંગળાબેન વાઘેલા, રતિલાલ સેંઘાણી, હાજી મામદ ખત્રી, જયેન્દ્રસિંહ જાડેજા, અર્જુનસિંહ જાડેજા, મહિપતસિંહ જાડેજા, હાજી સુલેમાનભાઇ, નરેશ શેઠ, જેન્તીભાઇ સોની સહિત વિવિધ સમાજના અગ્રણીઓ,
ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તેરા ગામે રૂા. 145 લાખના ખર્ચે નિર્માણ પામનાર
પી.એચ.સી. સેન્ટરનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી જાડેજાના હસ્તે કરાયું હતું. પુરુષોત્તમ
મારવાડા, રમીલાબેન ગજરા ઉપસ્થિત રહ્યા હતા.