• બુધવાર, 19 નવેમ્બર, 2025

અંજારમાં બેકાબૂ બનેલો ટેમ્પો ગેરેજમાં ઘૂસી જતાં દોડધામ

અંજાર, તા. 18 : શહેરના વરસામેડી નાકા પાસે રેલવે સ્ટેશન રોડ પર ધડાકાભેર અકસ્માત સર્જાતાં લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો. બેકાબૂ બનેલો આઇસર ટેમ્પો ગેરેજમાં ઘૂસી ગયો હતો, જેથી લોકોના જીવ પડીકે બંધાયા હતા. મળતી માહિતી મુજબ ટેમ્પોચાલકે નિયંત્રણ ગુમાવતાં બેકાબૂ બનેલ ટેમ્પો ગેરેજમાં ઘૂસી ગયો હતો, જેના કારણે અહીં ઊભેલા દ્વિચક્રીય વાહનોમાં નુકસાન થયું હતું. અકસ્માતને પગલે આસપાસના લોકોના જીવ અદ્ધર થઇ ગયા હતા. જો કે, સદ્ભાગ્યે કોઇ જાનહાનિ થઇ નહોતી. ટેમ્પોમાં બ્રેક ફેઇલ થતાં ચાલકે કાબૂ ગુમાવ્યો હોવાનું સપાટી પર આવ્યું હતું. અકસ્માત બાદ ત્યાં લોકો એકત્ર થયા હતા. સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. બનાવ બાદ પોલીસે દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

Panchang

dd