ગાંધીધામ, તા. 18 : મહાનગરપાલિકાના અંતરજાળ ના
મોમાઈ નગરમાં લાંબા સમયથી લોકો પીવાના પાણીની હાડમારી વેઠી રહ્યા છે. સમસ્યાનું સમાધાન
ન આવતા મહિલાઓ કોર્પોરેશન પહોંચ્યા હતા અને એન્જાનિયર સમક્ષ વ્યથા ઠલવીને તાકીદે આ
સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી હતી. હંમેશા ની જેમ લોકો ને હૈયા ધારણા આપવામાં આવી છે
જોકે સામે સમસ્યાના ઉકેલ માટે પાણી વિભાગ પણ પ્રયાસ કરી રહ્યું છે અઠવાડિયામાં લોકોને
રાહત મળે તેવી સંભાવના છે ગાંધીધામ મહાનગરપાલિકા
દ્વારા જોડિયા શહેરોમાં દર ચોથા દિવસે પીવાનું પાણી આપવામાં આવે છે અહીં તત્કાલીન સમયની
નગરપાલિકાની વર્ષોથી આ વ્યવસ્થા છે મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા ગ્રામીણ વિસ્તારમાં
પાણી પુરવઠા બોર્ડ દ્વારા પીવાનું પાણી આપવામાં આવે છે. ગામડાઓની જરૂરિયાત કરતા પાણી
ઓછું મળે છે એ ખાસ કરીને ગામડાની બાજુના જે સોસાયટી વિસ્તારો છે તેમને પીવાના પાણીની
ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે. અમુક વિસ્તારમાં
ખાનગી હાથોમાં સંચાલન હોવાથી વધારે સમસ્યા વેઠવી પડે છે જેની અગાઉ મહાનગરપાલિકાને પણ
ફરિયાદો કરવામાં આવી હતી. શિયાળાની મોસમમાં
સમસ્યા ઓછી આવે છે પરંતુ ઉનાળામાં આ સોસાયટી વિસ્તારોમાં પીવાના પાણીની સ્થિતિ વિકટ
બને છે. હાલના સમયે ઘણા સોસાયટી વિસ્તારો છે જ્યાં પીવાનું પાણી મળતું નથી અને તેના
માટે લોકો વહીવટી તંત્રનું ધ્યાન દોરી રહ્યા છે અને રજૂઆતો પણ કરે છે અંતરજાળના મોમાય નગરમાં લાંબા સમયથી પીવાનું પાણી
મળતું નથી લોકોએ રૂપિયા દઈને લાઈન સાફ કરાવી હતી પરંતુ પાણી આવ્યું જ નથી. મહિલાઓ મહાનગરપાલિકા કચેરી એ
પહોંચ્યા હતા એન્જાનિયર અર્ણવ બુચને રજૂઆત કરી હતી અને તેમણે લોકોને થોડાક સમયમાં આ
સમસ્યા નું સમાધાન આવી જશે તેવી ખાતરી આપી હતી. લોકોએ તેમની ઉપર ભરોસો કર્યો છે તે
મુજબ જમીન ઉપર કામ પણ થઈ રહ્યું હોવાનું પાણી વિભાગે જણાવ્યું હતું. - દોઢ લાખના
ખર્ચે નવી લાઈનનું કામ શરૂ કરાયું : અંતરજાળના મોમાય નગર, વિનેશ નગર અને દેવીપુજક વાસમાં પીવાના
પાણીની સમસ્યા ના સમાધાન માટે મહાનગરપાલિકાના પાણી વિભાગ દ્વારા લગભગ દોઢ લાખના ખર્ચે
નવી લાઈન નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આજે મહિલાઓ રજૂઆત કરવા આવી હતી તે વિસ્તારમાં
લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે તંત્રએ લાઇન નાખવાની કામગીરી શરૂ કરી છે અને થોડાક
સમયમાં સમસ્યા નો ઉકેલ આવે તેવી સંભાવના છે. તત્કાલીન સમયની ગ્રામ પંચાયતો સમસ્યાઓ
ઉકેલવામાં નિષ્ફળ હતી હવે મહાનગરપાલિકા કાર્યવાહી અને કામગીરી કરી રહી છે.