મુંબઈ, તા. 20 : ટીકાકારોને જવાબ આપતાં રોહિત
શર્માએ લાંબા સમયે ઝળકી 4પ દડામાં
બનાવેલા ઝમકદાર અણનમ 76 રન સાથે સૂર્યકુમાર
યાદવના 30 દડામાં 68 રનની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે
એક તરફી બનાવી દીધેલી મેચમાં 176ના લક્ષ્યને
16મી ઓવરમાં જ આંબી લઈ ચેન્નાઈ સુપરકિંગ્સ
સામે નવ વિકેટે પ્રભાવક જીત મેળવી હતી. મુંબઈની આઈપીએલની વર્તમાન સીઝનની આ સતત ત્રીજી
જીત હતી. ચેન્નાઈએ સીઝનની છઠ્ઠી મેચ ગુમાવી હતી. ચેન્નાઈએ 20 ઓવરમાં પાંચ વિકેટે 176 રન બનાવ્યા હતા. ઘરેલુ મેદાન પર 177ના લક્ષ્યને પાર પાડવા ઊતરેલી ટીમને વિકેટના રૂપમાં એકમાત્ર
ઝટકો રાયન રિકલ્ટનના રૂપમાં 63 રનના જુમલે
લાગ્યો હતો. રાયને 19 દડામાં 24 રન બનાવ્યા હતા. આ મેચ રોહિત-સૂર્યકુમારના
શો સમી બની હતી. બંનેએ ચેન્નાઈના બોલિંગ આક્રમણને વામણું બનાવતાં ચોમેર ફટકાબાજીથી
પ્રશંસકોને ખુશ અને ટીકાકારોને ચૂપ કર્યા હતા. પોતાની જૂની લયમાં પરત ફરતાં રોહિત શર્માએ
45 દડામાં 76 રન બનાવ્યા હતા. જે દરમ્યાન
ચાર ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. સૂર્યકુમારે પણ 30 દડામાં 68 રન ઝુડયા હતા જે દરમ્યાન છ
ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. સૂર્યાએ જ 16મી ઓવર મથિશ પથિરાનાના ત્રીજા અને ચોથા દડે બે ઉપરાઉપરી છગ્ગા
ફટકારી ટીમને જીત અપાવી હતી. ચેન્નાઈ વતી એકમાત્ર સફળ બોલર રવીન્દ્ર જાડેજા રહ્યો હતો, જેણે એક વિકેટ ઝડપી હતી. વાનખેડે સ્ટેડિયમની
ધીમી પીચ પર રવીન્દ્ર જાડેજા (અણનમ પ3) અને શિવમ દુબે (પ0)ની અર્ધસદીની મદદથી મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સ
20 ઓવરના અંતે પ વિકેટે 176 રનનો પડકારરૂપ સ્કોર બનાવવામાં
સફળ રહ્યંy હતું. રવીન્દ્ર જાડેજાએ ફોર્મમાં વાપસી
કરીને 14 આઇપીએલ દાવ પછી અર્ધસદી કરી
હતી. તે 3પ દડામાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાથી પ3 રને નોટઆઉટ રહ્યો હતો, જ્યારે મુંબઇના લોકલ બોય શિવમ દુબેએ સીએસકે
તરફથી 32 દડામાં 2 ચોગ્ગા અને 4 છગ્ગાથી પ0 રનની આતશી ઇનિંગ્સ રમી હતી. આ બન્નેએઁ મુંબઇના
બોલરોને હંફાવીને ચોથી વિકેટમાં પ0 દડામાં 74 રનની આક્રમક ભાગીદારી કરી હતી.
આ ઉપરાંત 17 વર્ષીય સ્થાનિક ખેલાડી આયુષ
મ્હાત્રે પણ આજે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો હતો. ઘરેલુ ક્રિકેટમાં શિવમ દુબેની જેમ
આયુષ મ્હાત્રે પણ મુંબઇ તરફથી રમે છે. તેણે આજે સીએસકે તરફથી બેટિંગમાં આવીને આઇપીએલ
ડેબ્યૂ કર્યું હતું. આયુષે માત્ર 1પ દડામાં 4 ચોગ્ગા, 2 છગ્ગાથી 32 રનની આકર્ષક ઇનિંગ્સ રમી હતી.
તેના અને શેખ રસીદ (19) વચ્ચે બીજી
વિકેટમાં 22 દડામાં 41 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. રચિન રવીન્દ્ર પ રને જ આઉટ થયો હતો. સીએસકે કપ્તાન
એમએસ ધોની 4 રને બુમરાહનો શિકાર થયો હતો. જેમી ઓવરટ
4 રને નોટઆઉટ રહ્યો હતો. મુંબઈ તરફથી બુમરાહે
2પ રનમાં 2 વિકેટ લીધી હતી. દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ અને મિચેલ સેંટનરને 1-1 વિકેટ પ્રાપ્ત થઇ હતી.