• શનિવાર, 07 ડિસેમ્બર, 2024

દીપિકાના અંતિમ ક્ષણના ગોલથી કોરિયા સામે ભારતનો 3-2થી વિજય

રાજગીર (બિહાર) તા.12 : મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટૂર્નામેન્ટમાં ભારતે તેનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. મલેશિયા સામેની 4-0ની જીત બાદ ભારતીય મહિલા ટીમે આજે રસાકસી પછી મજબૂત દ. કોરિયાની ટીમને 3-2 ગોલથી હાર આપી છે. મેચની અંતિમ પળોમાં દીપિકાએ પેનલ્ટી કોર્નરથી નિર્ણાયક ગોલ કરીને ભારતને રોમાંચક વિજય અપાવ્યો હતો. મેચની આખરી 3 મિનિટ બાકી હતી ત્યાં સુધી સ્કોર 2-2ની બરાબરી પર હતો. પ7મી મિનિટે દીપિકીએ કોરિયાની રક્ષા હરોળને ભેદીને પેનલ્ટી કોર્નરથી ભારત માટે વિજયી ગોલ કર્યો હતો. દીપિકાએ મેચમાં બે ગોલ કર્યાં હતા. તેણીએ 20મી મિનિટે એક ગોલ કર્યો હતો. સંગીતાકુમારીએ ત્રીજી મિનિટે ગોલ કરી ભારતને સારી શરૂઆત આપી હતી. દ. કોરિયા તરફથી યૂરી લીએ 34મી પેનલ્ટી કોર્નરથી અને એન્બી યોએ 38મી મિનિટે પેનલ્ટી સ્ટ્રોકથી ગોલ કર્યાં હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang