• ગુરુવાર, 12 માર્ચ, 2026

અખિલ કચ્છ દરજી સમાજની ક્રિકેટ ટૂર્ના. યોજાઈ

ભુજ, તા. 11 : એન્જલ ગ્રુપ દ્વારા આયોજત અખિલ કચ્છ દરજી સમાજ ફ્રેન્ચાઈઝ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં શ્રી જલિયાણ ઈલેવન વિજેતા બની હતી. જ્યુબિલી ગ્રાઉન્ડ ભુજ ખાતે યોજાયેલી ટૂર્નામેન્ટમાં એમ. ડી. ફાઇનાન્સ  રનર્સઅપ થઇ હતી. મુખ્ય દાતા  કાંતાબેન ઈશ્વરભાઈ પીઠડિયા હ. નરેન્દ્રભાઈ પીઠડિયા (માંડવી), મુકેશભાઈ જિતેન્દ્રભાઈ ડાભી (ભુજ) અને ચંદુભાઈ મેઘજીભાઈ ગોહિલ (ભુજ) હતા. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ફાઇનલની ટોસવિધિ કરી હતી. સાંસદ દ્વારા ટીમના સ્પોન્સરને બેટની  ભેટ અપાઈ હતી. અખિલ કચ્છના તમામ દરજી જ્ઞાતિના સભ્યો દ્વારા  આ આયોજનમાં સહકાર રહ્યો હતો. રાજન પરમાર, પ્રશાંત ગોહિલ, આશિષ વાઘેલા, ભાવિન ગોહિલ, હાર્દીક મોઢ, જય મોઢ, કપિલ સોલંકી, ભાર્ગવ ગોહિલ, શ્યામ પીઠડિયા, હાર્દીક પીઠડિયા, યશ ગોહિલ, કિશન સોલંકી, ભાર્ગવ સોલંકી, વિજય લીંબડ, જેન્તીલાલ ગોહિલે આયોજન સંભાળ્યું હતું. સંચાલન  અનિલ ડાભી દ્વારા કરાયું હતું.  

Panchang

dd