• શુક્રવાર, 13 માર્ચ, 2026

હાઇવે પર ઢોળાયેલા કોલસાથી સ્થાનિકોને ભારે હાલાકી

માનકૂવા (તા. ભુજ), તા. 12 : ગામની મધ્યમાંથી પસાર થતા મુખ્ય હાઇવે પર ગત રાત્રિના લિગ્નાઇટ ભરેલી અજાણી ટ્રકમાંથી ભારે માત્રામાં લિગ્નાઇટ (કોલસો) રોડ પર ઢોળાયો હતો. કોલસાની રજ-ભૂકી હાઇવે પર ઊડતાં હાઇવેની બાજુમાં આવેલી દુકાનો તથા પોસ્ટ ઓફિસમાં કાળી રજ ભરાઇ જતાં ભારે હાલાકી ભોગવવી પડી હતી. અમુક દુકાનદારોને તેમની દુકાન બંધ રાખવાનો વારો આવ્યો હતો. સ્થાનિકે દુકાનદારોના જણાવ્યા મુજબ હાઇવે પર પૂરઝડપે ચાલતાં વાહનથી પવનમાં કાળી ડમરી સર્જાતાં અંધારું છવાઇ જતાં અકસ્માત થવાની ભીતિ સર્જાઇ હતી. આ બાબતે સ્થાનિકે ગ્રામ પંચાયતને જાણ કરતાં અડચણરૂપ કોલસો દૂર કરાયો હતો. ઉપરાંત આ રસ્તે સ્કૂલો તથા હાઇસ્કૂલો આવેલી હોતાં સ્પીડબ્રેકરની પણ તાતી જરૂર  હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. 

Panchang

dd