લંડન, તા. 12 : વિમેન્સ હન્ડ્રેડનું પહેલું
ઓક્શન ગઈકાલે યોજાયું હતું. જેમાં તમામની નજર આ લીગમાં આઇપીએલ ફ્રેંચાઇઝીના દબદબા પર
હતી. ઓક્શન સમાપ્ત થયા પછી નવો વિવાદ શરૂ થયો છે. આઇસીસી ટી-20 મહિલા ક્રમાંકની નંબર વન પાકિસ્તાની
બોલર સાદિયા ઇકબાલને કોઇ ખરીદાર મળ્યું ન હતું. આ ઉપરાંત પાકિસ્તાનની સફળ ઓલરાઉન્ડર
ફાતિમા સના પર અનસોલ્ડ રહી હતી. બન્નેને કોઇ ફ્રેંચાઇઝીએ ખરીદી ન હતી. તેમની બેઝ પ્રાઇસ
1પ,000 પાઉન્ડ હતી. વિમેંસ હંડ્રેડની
મોટાભાગની ફ્રેંચાઇઝીના માલિક એ છે જેમની પાસે આઇપીએલ ટીમ છે. ચર્ચા એવી ચાલી રહી છે
કે હન્ડ્રેડના ઓક્શનમાં ભારતીય કંપનીની ફ્રેંચાઇઝીઓએ પાકિસ્તાની ખેલાડીઓને ખરીદવા દીધી
નથી. બીજી તરફ ભારતીય ખેલાડીઓ પણ જોરદાર ધનવર્ષા
થઇ હતી. વિકેટકીપર-બેટર ઋચા ઘોષ ઓક્શનમાં સૌથી મોંઘી ભારતીય ખેલાડી બની હતી. તે પ0,000 પાઉન્ડ-લગભગ પ4 લાખ રૂપિયામાં માંચેસ્ટર સુપર જાયન્ટ્સ
ટીમમાં સામેલ થઇ હતી જ્યારે દીપ્તિ શર્માને 27,000 પાઉન્ડ - 34 લાખ રૂપિયામાં
સનરાઇઝર્સ લીડ્સ ટીમનો હિસ્સો બની હતી. સ્મૃતિ મંધાના અને જેમિમા રોડ્રિગ્સ ઓક્શન અગાઉ
જ માંચેસ્ટર સુપર જાયન્ટસ અને સર્ધન બ્રેવ ટીમ તરફથી પ્રી સાઇન થઇ હતી. ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાની
બેથ મૂની સૌથી મોંઘી ખેલાડી બની હતી. તે 2.3 કરોડમાં વેલ્શ ફાયર ટીમ સાથે જોડાઇ હતી.