• શુક્રવાર, 13 માર્ચ, 2026

અમેરિકાનાં તેલ ટેન્કર પર ઈરાનનો હુમલો : એક ભારતીયનું મોત

નવી દિલ્હી, તા.12 : યુદ્ધ વચ્ચે ઈરાને અમેરિકાનાં એક ઓઈલ ટેન્કર ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક ભારતીયનું પણ મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળે છે. ઈરાન તરફથી એક આત્મઘાતી બોટથી આ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો ઈરાક નજીક કરવામાં આવ્યો હતો. સેફ સી નામક ઓઈલનું જહાજ ખોર અલ ઝુબૈર બંદર જઈ રહ્યું હતું. આ દરમિયાન ઈરાને તેનાં ઉપર હુમલો બોલાવી દીધો હતો. આ વિસ્તાર ઈરાકની જળસીમા અંતર્ગત આવે છે. આ હુમલામાં પહેલીવાર ઈરાન અને અમેરિકાનાં યુદ્ધમાં કોઈ ભારતીયનું પણ મૃત્યુ થયું છે. બાકીનાં 27 ખલાસીઓ અને અન્ય કર્મચારીઓને બસરામાં સલામત સ્થળે ખસેડવામાં આવેલા છે. 

Panchang

dd