• શુક્રવાર, 13 માર્ચ, 2026

એલપીજીના કકળાટ વચ્ચે કેરોસીનની વાપસી

નવી દિલ્હી, તા. 12 : ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ભીષણ બની રહ્યું છે અને તેનો ભોગ ઊર્જા  પુરવઠો છે. હોર્મુઝની ખાડી બંધ થતા દેશમાં ક્રૂડ અને ગેસની અછતની ચિંતાએ લોકોમાં ડર બેસી ગયો છે. સૌથી વધારે ડર રાંધણ ગેસને લઈને જોવા મળી રહી છે. એક તરફ ઘરેલુ ગ્રાહકો દ્વારા સતત બુકિંગ કરાવવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ મર્યાદિત થતા હોટલ અને રેસ્ટોરાંના મેન્યૂ ઉપર અસર જોવા મળી રહી છે. આ સ્થિતિમાં સરકાર દ્વારા સતત કહેવામાં આવી રહ્યું છે કે ભારત પાસે પર્યાપ્ત પુરવઠો છે. આ ઉપરાંત પુરવઠો સુનિશ્ચિત કરવા અને કાળાબજાર રોકવા માટે નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. યુદ્ધની અસરની આશંકા વચ્ચે  દેશમાં કેરોસિનની વાપસી થઈ છે. કેન્દ્ર સરકાર તરફથી એલપીજીના વિકલ્પના રૂપમાં રાજ્યોને 40,000 કિલોલીટર વધુ કેરોસિન ફાળવ્યું છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં એલપીજી સિલિન્ડર બુક કરાવવા માટે 45 દિવસની સમયમર્યાદા કરી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું હતું કે એલપીજીના વિકલ્પ તરીકે રાજ્યોને વધારાનું 40,000 લિટર કેરોસિન ફાળવવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્ય સરકારો દ્વારા ચિન્હિત લાભાર્થીઓને કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, દેશમાં ક્રૂડની પુરવઠાની સ્થિતિ વર્તમાન સમયે સંતોષજનક છે અને અંદાજીત એક લાખ પેટ્રોલ પંપમાં ક્યાંય પણ ઈંઘણ પૂરું થવાની સ્થિતિ નથી.  યુદ્ધની સ્થિતિમાં ઊર્જા આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે સરકારે ઘરેલુ ગેસ ઉપભોક્તાઓને પ્રાથમિકતા આપવા સહિતના અલગ અલગ પગલા ભર્યા છે. જેનાથી રાહત મળવાની સંભાવના છે. આ ઉપરાંત સરકાર દ્વારા કાળાબજાર અને જમાખોરી રોકવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે ભારતે તેલ-ગેસ આપૂર્તિ માટે રશિયા, ઓસ્ટ્રેલિયા, અલ્જીરિયા, કેનેડા અને અમુક આફ્રિકી દેશો સાથે ખરીદીના સોદા કર્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી હતી કે પશ્ચિમ એશિયામાં ચાલતા યુદ્ધના કારણે રાંધણ ગેસ આપૂર્તિમાં બાધા અંગેની અફવા ઉપર ધ્યાન દેવામાં ન આવે. પીએમ મોદીએ મંત્રીઓને પણ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે વર્તમાન સમય લોકો સાથે મહત્તમ સંપર્ક જાળવી રાખવાનો છે. જેથી કોઈપણ પ્રકારની અફવા ફેલાય નહી. પીએમ મોદીએ આશ્વાસન આપ્યું હતું કે, ભારતની તૈયારીઓ અન્ય દેશો કરતા મજબૂત છે. સરકાર સતત મોનિટરિંગ કરી રહી છે અને તમામ એજન્સીઓ સતર્ક છે.  

Panchang

dd