ભુજ, તા. 20 : ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની સ્પર્ધા એમએસવી હાઇસ્કૂલ માધાપર ખાતે યોજાઇ હતી. સેડાતા?ખાતેની સૂર્યા વરસાણીના છાત્રો ઝળક્યા હતા.ઓમ મઢવી (અન્ડર-17 400 મી.માં તૃતીય), પાર્થ ચાવડા (અન્ડર-17 ડિસ્ક થ્રો -પ્રથમ), યશરાજસિંહ (અન્ડર-17 200 મીટર દ્વિતીય), રિશી પટેલ (અન્ડર-14, 400/600 મી. -પ્રથમ) અને વિશ્વા ત્રિપાઠી (અન્ડર-14, ડિસ્ક થ્રો -પ્રથમ) જીત્યા હતા. શાળાના ચેરમેન વી.જે. પટેલે તથા ટ્રસ્ટી ધનજીભાઇ પટેલ, આર.એસ. હીરાણી તથા ડો. પી.એસ. હીરાણી (વાઇસ પ્રિન્સિપાલ)એ બિરદાવ્યા હતા. ખેલ મહાનિર્દેશક ડો. મુકેશકુમારે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડયું હતું. સ્પોર્ટસ ટીમમાં કેના ધોળકિયા, જનક જેઠવા, જોગી ખેંગાર, વિકાસ ચૌબે, પ્રણિત અલકે, હેન્સી વરસાણી તથા પાર્થ હીરાણીએ જહેમત ઉઠાવી હતી.