• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

વ્યાપાર ઉત્સવ 2026 : સેકન્ડ જનરેશનના યુવા ઉદ્યોગ સાહસિકો કેન્દ્રસ્થાને

મુંબઇ, તા. 28 : દેશની આર્થિક મુંબઇના નેહરુ સેન્ટર વરલી ખાતે બેથી ચાર ઓકટોબર દરમ્યાન વ્યાપાર ઉત્સવ 2026નું આયોજન જૈન યૂથ ફોરમ અને કચ્છમિત્ર દ્વારા કરાયું છે. આ વ્યાપાર ઉત્સવને લઇ સેકન્ડ જનરેશનના યુવાનોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વ્યાપાર ઉત્સવ '26ના આગમન સાથે એક નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 2થી 4 ઓક્ટોબર સુધી, દરરોજ સવારે 10થી રાત્રે 8 વાગ્યા સુધી  યોજાનારો આ ઉત્સવ શાપિંગ, કલ્ચર અને મનોરંજનનો અદ્ભુત સમન્વય લઈને આવી રહ્યો છે.- બિઝનેસને આગળ વધારતા સેકન્ડ જનરેશન ઉદ્યોગ સાહસિકો : આ વર્ષના વ્યાપાર ઉત્સવનું સૌથી મોટું આકર્ષણ સેકન્ડ જનરેશન (બીજી પેઢીના) ઉદ્યોગ સાહસિકો છે. પોતાના પરિવારના પરંપરાગત બિઝનેસને આધુનિક પદ્ધતિઓ, ડિજિટલ માર્કાટિંગ અને નવીન પ્રોડક્ટ્સ સાથે સ્કેલ-અપ કરવા માટે આ યુવા સાહસિકો સજ્જ થયા છે. વ્યાપાર ઉત્સવના આ વિશાળ પ્લેટફોર્મ પર જોડાઈને તેઓ પોતાના વ્યવસાયને એક નવી ઊંચાઈ પર લઈ જઈ રહ્યા છે. - વ્યાપાર ઉત્સવ '26ના મુખ્ય આકર્ષણો * 150થી વધુ સ્ટોલ્સ : વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સ, ફેશન અને લાઈફસ્ટાઈલ આઇટમ્સનું અદભુત પ્રદર્શન.* નિશુલ્ક પ્રવેશ અને ગેરંટી ગિફ્ટ : ઉત્સવમાં પ્રવેશ ફ્રી છે અને દરેક મુલાકાતી માટે રૂા. 200ની ગિફ્ટ ઉપલબ્ધ છે.* રાજિંદા ઇનામો : દરેક મુલાકાતીને દરરોજ 10 ગ્રામ સોનું જીતવાની સોનેરી તક મળી રહી છે. સાથે જ નેલ આર્ટ, મહેંદી, ટેટૂ, કચ્છી ડ્રેસ-અપ, ફોટોશૂટ, વર્કશોપ અને સ્વાસ્થ્ય તપાસણી જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. - આખાં મુંબઇમાં ઉત્સાહનો માહોલ : મુંબઈના મુખ્ય વિસ્તારો જેવા કે હાજી  અલી, વરડે રોડ, પ્રભાદેવી, વાડીબંદર, માહિમ, વિલે પાર્લે, બાંદ્રા અને દાદર ખાતે આકર્ષક આઉટડોર હોર્ડિંગ્સ અને રેડિયો પ્રચાર દ્વારા ઉત્સવનો માહોલ ચરમસીમા પર પહોંચી ગયો છે. દેશનું આર્થિક પાટનગર જાણે કે વ્યાપાર ઉત્સવના રંગે રંગાયું છે, સોશિયલ મીડિયાના માધ્યમથી પણ વ્યાપાર ઉત્સવ 2026નો પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. જો તમે ખરીદીની મજા માણવા, મનોરંજન મેળવવા અને મુંબઈના યુવા ઉદ્યોગ સાહસિકોની પ્રગતિના સાક્ષી બનવા માગતા હોવ, તો વ્યાપાર ઉત્સવ '26ની મુલાકાત  તમારે અવશ્ય લેવી જ જોઇએ.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd