• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

કચ્છથી યુપી-બિહારનું જોડાણ વધુ સુગમ બનશે

ભુજ, તા. 28 : લોકસભા સત્ર દરમ્યાન કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ઉત્તરપ્રદેશના કચ્છમાં રહેતા લોકોના ડેલિગેશન સાથે ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની રૂબરૂ મુલાકાત લઈ કચ્છથી ઉત્તરપ્રદેશ - બિહારને જોડતી રેલ સેવા માટે રજૂઆત કરી હતી, જેના ફળસ્વરૂપ રેલવે મંત્રાલય દ્વારા અમૃત ભારત એક્સપ્રેસ ભુજ- બરૌની સપ્તાહ ટ્રેનને મંજૂરી અપાઈ છે. આ ટ્રેન મળવાથી કચ્છથી બિહાર-ઉત્તરપ્રદેશનું જોડાણ વધુ સુગમ બનશે. સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું કે, આ નવી ટ્રેનના કારણે ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને બિહાર વચ્ચે મુસાફરી કરતા નાગરિકોને વધુ સુવિધાજનક અને સીધી રેલવે કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. ખાસ કરીને રોજગાર, વેપાર, શિક્ષણ અને સામાજિક કારણોસર ગુજરાતથી ઉત્તર ભારત અને બિહાર તરફ મુસાફરી કરતા મુસાફરોને તેનો લાભ મળશે. આ નવી રેલવે સેવા માટે સાંસદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્ર સરકાર તથા રેલવે મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd