ભુજ, તા. 18 : સનદાદાથી ધોંસા તરફનો 3 કિ.મી.નો માર્ગ જો ડામરથી મઢવામાં આવે તો
લોકોને 10 કિ.મી.નો ફેરો ખાઈને જવુંન
પડે. ભુજના ખાવડા તરફના માર્ગ પર એરફોર્સ ગેટ નં.-પથી 3 કિ.મી.ના અંતરે પ્રકૃતિની ગોદમાં આવેલા પૌરાણિક સનદાદા મંદિરથી
ધોંસા મહાદેવ મંદિર તરફનો કાચો રસ્તો આવેલો છે, જેને ડામરથી મઢવામાં આવે તો આ ધાર્મિક સ્થળે જતા લોકો 10 કિ.મી.ના ફેરાથી બચી શકે છે.
હાલમાં લોકો ધોંસા-મકનપર જવા માટે ભુજના પાટવાડી નાકા થઈને કોડકી, રતિયા થઈને જાય છે, જેનું
અંતર 18 કિ.મી. જેટલું થાય છે. જો સનદાદાથી
માર્ગ જાય તો 10 કિ.મી.નું અંતર ઘટી જાય તેમ
છે. ખાવડા રોડ પર સનદાદા, ચાંદારા દાદા,
પાલારા મહાદેવ મંદિર વગેરે ધાર્મિક સ્થળો આવેલા છે. સનદાદા સહિતના સ્થળોએ
જતા દર્શનાર્થીઓ દ્વારા સનદાદાથી ધોંસા તરફના 3 કિ.મી.ના માર્ગને ડામરથી મઢવા વખતો વખત
માંગ કરાય છે.