ગાંધીધામ, તા. 18 : મહાનગરપાલિકામાં આવતા ગળપાદરમાં
ગટર લાઈન બેસી જતાં દૂષિત પાણી તળાવમાં જતું હોવાની ફરિયાદ ઊઠતાં વહીવટી તંત્ર હરકતમાં
આવ્યું છે, હવે તાકીદે લાઈન મરંમતની
કામગીરી કરવામાં આવે તે જરૂરી છે. ગ્રામીણ
વિસ્તારમાં ગટર લાઈનોના નેટવર્કના અભાવે ગટરની ગંભીર સમસ્યાઓ સર્જાઈ રહી છે. કિડાણા
અને ગળપાદરમાં સમસ્યાઓ ઘણી છે. અહીં નવી લાઈનો નાખીને સમસ્યાનું સમાધાન લાવવાના પ્રયાસો
કરવામાં આવી રહ્યા છે, પરંતુ જૂની લાઈનો હોવાથી ક્ષતિ સર્જાઈ
રહી છે. ગળપાદરમાં
લાઈન બેસી જતાં ગટરની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે અને દૂષિત પાણી તળાવમાં જઈ રહ્યું
છે, જેના
પગલે ગ્રામજનોએ તંત્રને ફરિયાદ કરી હતી ત્યારપછી તંત્ર હરકતમાં આવ્યું છે, પરંતુ મરંમતની કામગીરી ઝડપથી કરવામાં આવે તે જરૂરી હોવાનું જાણકારો જણાવી રહ્યા
છે.