નવી દિલ્હી, તા. 18 : સુપ્રીમ કોર્ટે ગુરુવારે માત્ર મહિલા હોવાના આધારે એક મહિલાને સાર્વજનિક ક્ષેત્રની કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં નોકરી ન આપવાની બાબતને `નારીત્વનું અપમાન' ગણાવ્યું હતું. લૈંગિક આધારે યોગ્ય હોવા છતાં પણ એલપીજી બોટલિંગ પ્લાન્ટમાં રીફિલિંગ હેલ્પરની નોકરી ન આપવા ઉપર ઈન્ડિયન ઓઈલને આડે હાથ લઈને વિચારસરણી બદલવાની જરૂર હોવાની ટિપ્પણી અદાલત દ્વારા કરવામાં આવી હતી. જસ્ટિસ અરવિંદ કુમાર અને ન્યાયમૂર્તિ વિપુલ પંચોલીની પીઠે લૈંગિક ભેદભાવના કારણે યોગ્ય હોવા છતાં નોકરીથી વંચિત રાખવા બદલ ઈન્ડિયન ઓયલને અરજકર્તા મહિલાને 12 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો. નવી દિલ્હી, તા. 18 : સુપ્રીમ કોર્ટે ગુરુવારે માત્ર મહિલા હોવાના આધારે એક મહિલાને સાર્વજનિક ક્ષેત્રની કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં નોકરી ન આપવાની બાબતને `નારીત્વનું અપમાન' ગણાવ્યું હતું. લૈંગિક આધારે યોગ્ય હોવા છતાં પણ એલપીજી બોટલિંગ પ્લાન્ટમાં રીફિલિંગ હેલ્પરની નોકરી ન આપવા ઉપર ઈન્ડિયન ઓઈલને આડે હાથ લઈને વિચારસરણી બદલવાની જરૂર હોવાની ટિપ્પણી અદાલત દ્વારા કરવામાં આવી હતી. જસ્ટિસ અરવિંદ કુમાર અને ન્યાયમૂર્તિ વિપુલ પંચોલીની પીઠે લૈંગિક ભેદભાવના કારણે યોગ્ય હોવા છતાં નોકરીથી વંચિત રાખવા બદલ ઈન્ડિયન ઓયલને અરજકર્તા મહિલાને 12 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો.