મુંદરા, તા. 17 : તાલુકાનાં ભદ્રેશ્વર મધ્યે
રામેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે સુપર આઠ ઓકસન ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સાત ગામના ખેલાડીઓએ
ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ પી. આર .માતંગ ઇલેવન અને દિવ્યરાજ ઇલેવન, ભદ્રેશ્વર વચ્ચે રમાઇ હતી. જેમાં પી.આર. માતંગ
ઇલેવન, વડાલા ચેમ્પિયન થઈ હતી. ફાઇનલ મેચના મેચ ઓફ ધ મેચ રાજુભા
પઢિયાર (વડાલા), મેન ઓફ ધ સિરીઝ હરદીપસિંહ જાડેજા (ભદ્રેશ્વર)ને
ભાવેશસિંહ જાડેજા સાથે કિરીટસિંહ જાડેજાએ પુરસ્કાર આપ્યો હતો. બેસ્ટ બેટસમેન રોહીત
આહીર (રામપર)ને દિગ્વિજયસિંહ જાડેજા સાથે સાજીદ કુરેશીના હસ્તે પુરસ્કાર અપાયો હતો.
બેસ્ટ બોલર નવનીતસિંહ જાડેજા (પાવડિયારા)ને વિજયસિંહ જાડેજા સાથે ચતુરસિંહ જાડેજાએ
પુરસ્કાર આપ્યો હતા. રનર્સ અપ ટીમના માલિક વિજયસિંહ જાડેજાને પાર્થ ભુપતસિંહ જાડેજા
સાથે વિક્રમસિંહ જાડેજા (લુણી) હસ્તે પુરસ્કાર
અપાયા હતા. વિજેતા ટીમના માલિક ક્રિષ્ના માતંગ (વડાલા)ને ટ્રોફીના દાતા નારૂભા ઉમરસંગ
સમા (વડાલા) સાથે પ્રદુમનસિંહ જાડેજાએ ટ્રોફી અર્પણ કરી હતી. ભદ્રેશ્વર સરપંચ ડાયાભાઈ,
ઉપસરપંચ પ્રતિપાલસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા
પાવડિયારા, કનુભા જાડેજા, સુરેન્દ્રસિંહ
જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.આયોજનમાં વિજયાસિંહ જોરૂભા જાડેજા, દિગ્વિજયસિંહ વનરાજસિંહ જાડેજા, સાજીદ કુરેશી,
નવનીતસિંહ જાડેજા (પાવડિયારા), કેવલ મોખા,
અસગર કુગરા, સકલીન કુરેશી, જીત ભટ્ટી, નિર્મણસિંહ જાડેજા, રાજ બાવાજીએ સહયોગ આપ્યો હતો.