ગાંધીધામ, તા. 18 : અંજારના વરસામેડીમાં ખેતર માટે
નર્મદા કેનાલમાં મૂકેલી રૂા. 10,000ની સબમર્શિબલ
મોટરની કોઇ શખ્સોએ ચોરી કરી હતી. વરસામેડી કેશવનગરની પાછળ કેનાલ પાસે આવેલા ખેતર-વાડીમાં
ગત તા. 15/9થી 17/9 દરમ્યાન ચોરીનો આ બનાવ બન્યો
હતો. અહીં વાડી ધરાવતા રમેશભાઇ ટાંક તા. 15/9ના વાડીએ આવ્યા હતા. બાદમાં અયોધ્યા નીકળી ગયા હતા, ત્યારે તેમને મજૂરીકામ કરતા ગોપાલ રબારીનો ફોન
આવ્યો અને કેનાલમાં મોટર ન હોવાનું કહ્યું હતું. આ ખેડૂતે ખેતર માટે કેનાલમાં સબમર્શિબલ
મોટર મૂકી રાખી હતી, જે તસ્કરોએ તફડાવી હતી. રૂા. 10,000ની ચોરીના આ બનાવ અંગે ધવલ
રમેશ ટાંકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.