• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

ઇરાન યુદ્ધ ખતમ કરવાની તૈયારી; ટ્રમ્પ દ્વારા ફરી દાવો

વોશિંગ્ટન, તા. 17 : યુદ્ધથી દુનિયાભરમાં ઉચાટ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક ધ્યાન ખેંચનારો દાવો કરતાં કહ્યું હતું કે, ઇરાન સાથે યુદ્ધ ખતમ કરવાની તૈયારી છે. યુદ્ધ અંતિમ પડાવમાં છે. બંને દેશ વચ્ચે વાતચીત ચાલી રહી છે અને જલ્દી યુદ્ધવિરામ પર કોઇ સમજૂતી થઇ શકે છે તેવો દાવો ટ્રમ્પે કર્યો હતો. જો કે, ઇરાન આ મુદ્દે મૌન સેવી રહ્યું છે. બીજીતરફ આગામી મંગળવારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક દરમ્યાન ટ્રમ્પ સાઉદી અરેબિયા, યુએઇ, કતાર, બેહરીન, કુવૈત અને ઓમાનના નેતાઓ સાથે બેઠક કરી શકે છે. આ યુદ્ધથી અખાતી દેશોને પણ અસર થઇ છે. એ જોતાં રિયાધ, અબુધાબી, દોહા, કુવૈત, મસ્કત માટે અમેરિકાની યુદ્ધ પછીની યોજના બેહદ મહત્ત્વપૂર્ણ રહેશે.અમેરિકાના વિદેશ વિભાગે ખાડી સહયોગ પરિષદના છ દેશને બેઠક માટે આમંત્રણ પણ મોકલી દીધું છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd