• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

ભચાઉમાં માદક પદાર્થ સાથે શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 18 : ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં એક ઓરડીમાંથી રૂા. 11,700ના ગાંજા સાથે શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. જો કે, આ ગાંજો ક્યાંથી આવ્યો તે પોલીસ ઓકાવી શકી નહોતી. ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં રહેનાર અલી ઉમર ભટ્ટી નામનો શખ્સ માદક પદાર્થ વેચતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ઓરડીમાં રહેતા આ શખ્સને પકડી પાડી ઓરડીની તપાસ કરાતાં એક થેલીમાંથી માદક પદાર્થ મળ્યો હતો, જે એફ.એસ.એલ. અધિકારી પાસેથી ખરાઇ કરાવાતાં આ પદાર્થ ગાંજો જ હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા શખ્સ પાસેથી રૂા. 11,700નો 234 ગ્રામ ગાંજો તથા વજનકાંટો વગેરે જપ્ત કરાયું હતું, પરંતુ આ શખ્સ ગાંજો ક્યાંથી લઇ આવ્યો હતો, તે પોલીસ ઓકાવી શકી નહોતી, જેની આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd