ભુજ, તા. 18 : તાલુકાના ટાંકણાસર ગામ નજીકથી
ગેરકાયદેસર રખાયેલી દેશી બંદૂક સાથે એક ઈસમને પશ્ચિમ કચ્છ એસઓજીએ ઝડપી પાડયો હતો. પોલીસે
આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના
આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં ટાંકણાસર ગામ પાસેથી આરોપી સાલે દાઉદ જતને ગેરકાયદેસર
રીતે રખાયેલી દેશી બનાવટની મજલ લોડ બંદૂક કિં. રૂા. 2,000 સાથે ઝડપી લેવાયો હતો. પોલીસે
આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ તળે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.