• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

યુવાનોમાં ખેલદિલીનું સિંચન કરવાનું ક્રિકેટ શ્રેષ્ઠ માધ્યમ

નખત્રાણા, તા. 18 : તાલુકાના સુખપર (વિરાણી)માં યોજાયેલ એસ.પી.એલ. સિઝન-4ની એક દિવસીય ક્રિકેટ સ્પર્ધામાં લગાન ઈલેવનની ટીમને 72 રને હરાવી એકતા ઈલેવન ટીમ વિજયી બની હતી. સ્પર્ધામાં મેન ઓફ ધ સિરીઝ મૌલિક વાઘેલા, બેસ્ટ બેટ્સમેન કુલદીપ વાઘેલા, બેસ્ટ બોલર દિલીપ જોગી, બેસ્ટ કીપર નીરવ જોશી, બેસ્ટ ફિલ્ડર દિલીપ વાઘેલા, અમેઝિંગ પ્લેયર જીજ્ઞાસુ વાઘેલાને વિવિધ દાતાઓના સહયોગથી ટ્રોફી એનાયત કરાઈ હતી. ક્રિકેટના માધ્યમથી યુવાનોમાં એકાત્મક કૌશલ્યની ઉમદા લાગણીઓનું સિંચન થાય છે, તેવું લાલજીભાઈ ધોળુ, હાજી નૂરમામદભાઈ ખત્રી, જેઠાભાઈ રબારી, છગનભાઈ ઠક્કર, ન.તા. પંચાયત વંગ સીટના નારાણભાઈ આહીરે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું. આ તકે ગોવિંદ બળિયા, લખમશી જોગી, દીપકભાઈ આઈયા, દિલીપભાઈ વાઘેલા, પ્રેમજી આહીર, મુરાભાઈ આહીર, મિતેશ ચાવડા, રતિલાલ જોગી સહિત ઉપસ્થિત રહ્યા હતા.કોમેન્ટેટરની સેવા મૌલિક વાઘેલા, ડો. ગોવિંદ આયરે આપી હતી. સંચાલન ચંદુભાઈ વાઘેલા, મીતભાઈ વાઘેલાએ તથા આભારવિધિ નારાણભાઈ આહીરે કરી હતી. આયોજન ચંદુભાઈ વાઘેલા દ્વારા સંભાળાયું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd