ભુજ, તા. 24 : ખમીર સંસ્થા સંચાલિત સુગરી શાળા કાર્યક્રમ અંતર્ગત
આયોજિત સુગરીઓ કી કિલ્લોલ મેળામાં પરંપરાગત હસ્તકળા આધારતિ શિક્ષણનો અનુભવ કરાવવામાં
આવ્યો હતો. હસ્તકળા સાથે શિક્ષણને સાંકળવાથી બાળકોમાં અનુભવાત્મક, સર્જનાત્મક જીવનલક્ષી શિક્ષણ
વિકસે તે હેતુથી યોજાયેલા મેળામાં અનુભવ અને સહઅભ્યાસ સંવાદ યોજાયો હતો. હસ્તકળા આધારિત
અભ્યાસક્રમ અસરકારક રીતે સાંકળવા ભુજોડી, કોડકી, અજરખપુર, હાથીસ્થાન કન્યા તેમજ ભારાસર કન્યાશાળાના શિક્ષકો
માટે વિશેષ વર્કશોપ યોજાયો હતો. મેળામાં કંતાઈ, વણાટ,
માટીકામ, રંગકામ, કોપર બેલ,
લાખકામ જેવી સાત હસ્તકળાને ચાર વિભાગમાં રજૂ કરવામાં આવી હતી. સાથે બાળવાર્તા,
ગીતો દ્વારા બાળકોના શીખવાના અનુભવોને સર્જનાત્મક દિશામાં રજૂ કરાયા
હતા. 16 શાળાનાં બાળકો, શિક્ષકો તથા સ્થાનિક સંસ્થા
હોમ્સ ઈન ધ સિટી, કચ્છ મહિલા વિકાસ સંગઠન, કારીગર શાળએ ભાગ લીધો હતો. તેમાંથી જય અંજારિયા, દીપાલી
પંચોલી, નયના ચારણિયા, મંજુ રબારી,
ખલીફા મારિયા, ધ્વનિ મકવાણા વિદ્યાર્થીઓ જોડાયા
હતા. રાજ્યની ત્રણ સંસ્થા આનંદનિકેતન - વર્ધાથી સુષ્મા શર્મા અને ટીમ, સ્વતંત્ર તાલીમ - લખનઉથી ચંદન અને અક્ષિતા તથા કુકુ ફોરેસ્ટ સ્કૂલ - તમિલનાડુથી
કૌશિક કુમાર અને ટીમ પણ ઉપસ્થિત રહી હતી. મેળામાં આઠ કલાગુરુ મેઘુબેન રબારી (કંતાઈ), ડાહ્યાભાઈ
કુડેચા (વણાટ), જહાંગીરભાઈ ખત્રી (બ્લોકપ્રિન્ટ), દીપકભાઈ જેપાર (રંગકામ), પોપટભાઈ વાઢા (લાખકામ),
કાસમભાઈ લુહાર (કોપર બેલ), હુસેનભાઈ કુંભાર અને
યુસુફભાઈ કુંભાર (માટીકામ) તેમજ ત્રણ કલામિત્ર પાર્થ સીજુ, રીઝવાન
ખત્રી અને અકરમ ખત્રી સહિત રમેશભાઈ સંઘવી, સંજયભાઈ ઠાકર,
મદનભાઈ ઠક્કર, સંધ્યાબેન આચાર્ય, લાલભાઈ રાંભિયા, સંદીપભાઈ વિરમાની અને સુષ્માબેન આયંગર સક્રિય રીતે જોડાયા હતા.