વિરાણી
મોટી (તા. નખત્રાણા),
તા. 24 : અહીં
વિલંબિત વરસાદનાં કારણે પશુધન, ખેતી-વેપાર માટે કપરી પરિસ્થિતિ સર્જાતાં વરૂણદેવને રીઝવવા
રવિભાણ આશ્રમ રામમંદિરના સત્સંગ હોલ ખાતે 12 કલાક અખંડ રામધૂન યોજાઈ હતી તથા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ
જાડેજાએ 12 કલાક માત્ર જળ પર રહી અનશન ઉપવાસ કર્યા હતા.
જગદગુરુ દ્વારાચાર્ય સ્વામિ શાંતિદાસજી (રવિભાણ આશ્રમ)ની પ્રેરણાથી દીપ પ્રાગટયથી રામધૂનનો
આરંભ કરાવતાં લઘુમહંત સુરેશદાસજી બાપુએ આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે, રામનામ સ્મરણથી સંસારના તાપ,
સંતાપ નિવૃત્ત થાય છે. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ વરસાદના વિઘ્નથી
સર્જાયેલું સંકટ પરમાત્મા પાર પાડે એવી પ્રાર્થના કરી હતી. પૂજારી વાલજી મહારાજે પૂજન-આરતી
સંપન્ન કરાવી હતી. આ તકે નખત્રાણા નગરપાલિકાના ચેરમેન ચંદનસિંહ રાઠોડ, ગ્રામ વિકાસ મંડળના પ્રમુખ ભરતભાઈ સોમજિયાણી, ઉ.પ્રમુખ
દમયંતીબેન તથા ડાયાલાલ સેંઘાણી, લાલજીભાઈ રામાણી, જયેશ કાનાણી, જયેન્દ્રસિંહ જાડેજા, સવિતાબેન સોલંકી, ગોવિંદભાઈ બળિયા, મનોજભાઈ માનાણી, દીપકભાઈ આઈયા, અમૃતલાલ વાલજિયાણી, શ્રવણભાઈ ભાવાણી, સુરેશભાઈ કાનજિયાણી, મનજીભાઈ માસ્તર, જગદીશ કાનાણી, લાલજી વાલજિયાણી, ચેતન આઈયા, હિતેશ કારિયા, વેલજી
મુખી, શંભુભાઈ સુથાર, મુસ્લિમ સમાજના અગ્રણીઓ
અદ્રેમાન સમા (મુતવલી), હાજી નૂરમામદ ખત્રી (જમાત પ્રમુખ),
રમજાન કુંભાર (ઉ. પ્રમુખ), ઉમર ખત્રી, હાજી મામદ ખત્રી જોડાયા હતા. ચેતન આઈયાએ વ્યવસ્થા સંભાળી હતી.