ગાંધીધામ, તા. 24 : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે ત્રણ દિવસથી
કચ્છ-મુબંઈ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો
હતો. આજે અમદાવાદ-વિરમગામ વચ્ચે ટ્રેક ઉપર
પાણી ભરાતાં ઉત્તરભારતની ટ્રેન અટવાઈ હતી
અને કલાકોના વિલબં બાદ કચ્છ પહોંચી હતી. દરમ્યાન કચ્છથી મુબંઈની બંને ટ્રેન રાબેતા મુજબ રવાના થતાં પ્રવાસીઓએ
હાશકારો અનુભવ્યો હતો.અગાઉ દહાણું પાસે અને બાદમાં ઉમરગામ પાસે ભારે વરસાદના કારણે ત્રણ દિવસ ભુજથી નીકળેલી ટ્રેનો
મુંબઈ પહોંચી ન હતી અને ગઈકાલે
ખાલી રેક ભુજ મોકલવામાં આવી હતી. દરમ્યાન
આજે બિલીમોરા પાસે ટ્ક્રે ઉપર પાણી
ભરાયાં હતાં. આ ઉપરાંત છારોડી પાસે અમદાવાદ-વિરમગામ વચ્ચે પણ ટ્રેક
ઉપર પાણી ભરાયાં હતાં, જેથી કચ્છથી અમદાવાદ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો હતો. આ કારણે બરેલી-ભુજ પહેલાં ચાંદલોડિયા સ્ટેશન પાસે ચારેક
કલાક થોભી ગઈ હતી અને તેના કારણે નવ કલાક મોડી પડી હતી. ત્યારબાદ ભચાઉ પાસે દોઢ કલાક
એનઆઈનાં કામના કારણે અટકી ગઈ હતી. રેલવે દ્વારા પહેલાં બરેલી સાંજે 8 વાગ્યે બાદમાં રાત્રે 10 વાગ્યે ઉપાડવા નિર્ણય લેવાયો હતો, પરંતુ ટ્રેન 12 કલાક મોડી 10.45 વાગ્યાના અરસામાં ભુજ પહોંચી હતી, જેના કારણે ટ્રેનને ત્રીજી
વખત રિ-શિડયૂઅલ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ
છે. દરમ્યાન છારોડી પાસે પાણી ભરાતાં સાંજે કચ્છ એક્સપ્રેસ અને સયાજીનગરી એક્સપ્રેસના
રૂટ બદલાવવામાં આવ્યો હતો. આ બંને ટ્રેન વાયા પાલનપુર દોડાવવા જાહેરાત કરાઈ હતી,
પરંતુ મોડી સાંજે પરિસ્થિતિ પુર્વવત થતાં મુબંઈની બંને ટ્રેન રાબેતા મુજબના રૂટ ઉપરથી જ રવાના
કરાઈ હતી.આ ઉપરાંત તિરુનેલવેલી-ગાંધીધામ હમસફર એક્સપ્રેસ પણ રાબેતા મુજબ રૂટ ઉપર ગાંધીધામ આવવા રવાના થઈ હતી.