• શુક્રવાર, 24 જુલાઈ, 2026

સંસ્થાનો વિકાસ કામ કરવાની લગન પર આધાર રાખે

ભુજ, તા. 22 : અત્રે રોટરી ક્લબ ઓફ ભુજના વર્ષ 2026-27 માટે યોજાયેલા પદગ્રહણ સમારંભમાં મુખ્ય મહેમાન પદેથી રાજ્યના ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, કોઈપણ સંસ્થાનો વિકાસ સદસ્યોની રચનાત્મક ભાવના અને કામ કરવાની લગન ઉપર આધાર રાખે છે.  ભુજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શ્રી છાંગાએ રોટરી સેવાની ઊંચી ગુણવત્તા ધરાવતી સંસ્થા હોવાનું ઉમેર્યું હતું. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઇ પટેલે કોઇ પણ સંસ્થામાં સામાજિક કાર્ય કરવાનો આત્મસંતોષ મહત્ત્વની બાબત હોવાનું જણાવ્યું હતું. ક્લબ પ્રમુખ તરીકે વિનોદ ગઢવી અને મંત્રીપદે કપિલ ગોરને ડિસ્ટ્રી. ગવર્નર ઇલેક્ટ કે.એ. શ્યામકુમારે પદગ્રહણ કરાવી પ્રોત્સાહિત કર્યા હતા. પ્રત્યુતરમાં શ્રી ગઢવીએ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાનો કોલ આપ્યો હતો. ઇન્સ્ટોલેશન ઓફિસર શ્યાકુમારે ઉદ્બોધન કર્યું હતું. વધુ નવા 12 સભ્ય સંસ્થામાં જોડાતા પાસ્ટ ડિસ્ટ્રક્ટ ગવર્નર જ્ઞાનેશ્વર રાવે પદગ્રહણ કરાવ્યું હતું. સમારંભમાં રામ રાવ ગ્રુપ ઓફ ઇન્ડિયાના બાબુભાઇ  હુંબલ, રોટરીના આસિ. ગવર્નર દત્તુ ત્રિવેદી, સર્વ સેવા સંઘના પ્રમુખ જીગર તારાચંદભાઇ છેડાઇન્નરવ્હીલના ડિસ્ટ્રિક્ટ વાઇસ ચેરમેન રચનાબેન શાહ, દાતા લીલમબેન ગાંધી તેમજ શ્યામકુમારના પત્ની ઉમા શ્યામ ઉપસ્થિત રહ્યા હતા. વિદાય લેતા પ્રમુખ ધવલભાઇ પાઠકે અને મંત્રી દિનેશ રામાનુજે ગત વર્ષે યોજાયેલા વિકાસલક્ષી પ્રોજેક્ટની માહિતી આપી હતી. પૂર્વપ્રમુખ પ્રાર્થન અંજારિયાએ ફોર-વે-ટેસ્ટ પ્રસ્તુત કર્યો હતો. દરમિયાન આ કાર્યક્રમની સાથે સાથે ઈન્નરવ્હીલનો પદગ્રહણ સમારંભ પણ યોજાયો હતો. નવા પ્રમુખ તરીકે શારદાબેન ઠક્કર અને મંત્રી તરીકે ભૈરવીબેન સચદેએ પદગ્રહણ કર્યું હતું. પૂર્વપ્રમુખ વિશ્વાબેન ઉપસ્થિત રહ્યા હતા. માલિંદ વૈદ્ય, વિમલ મહેતા, શૈલેષ ચૌહાણ, જિજ્ઞય અંતાણી, અરૂણભાઇ વછરાજાની, સંજય પુજારા, ભરત જોશી, આનંદભાઈ શાહ, ફાલ્ગુનીબેન, રક્ષાબેન ગઢવી, ડિમ્પલબેન ગોર વિગેરે જોડાયા હતા. દરમિયાન એસઓએસ ગડા ખાતે ઉન્નત પાઠકના પ્રયાસથી ન્યુ ઇન્ટરેક્ટ ક્લબ ઓફ ગડા શરૂ થતાં તેની શપથવિધિ આસિ.ગવર્નર દત્તુ ત્રિવેદીએ કરાવી હતી. સંચાલન ભૌમિક વચ્છરાજાની અને હસ્તીન આચાર્યે કર્યું હતું અને આભારદર્શન કપિલ ગોરે કર્યું હતું. 

Panchang

dd