• શુક્રવાર, 19 જૂન, 2026

ભુજ ખાતે આંતરરાષ્ટ્રીય મડ દિનની કરાયેલી ઉજવણી

ભુજ, તા. 17 : પોદાર પ્રેપ ખાતે આંતરરાષ્ટ્રીય મડ દિનની ઉજવણી કરાઇ હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકો અને વાલીઓને કુદરત સાથે જોડવાનો અને બાળપણની યાદોને ફરી જીવંત કરવાનો હતો. બાળકો અને વાલીઓએ મડ એક્ટિવિટીઝમાં ભાગ લીધો હતો. માટી દ્વારા ચિત્રકામ, બેકરી આઇટમ્સ, સર્જનાત્મક કૃતિઓ ઉપરાંત દોડ સ્પર્ધાઓ, યોગાસન વિ. પ્રવૃત્તિઓ કરાઇ હતી. વાલીઓએ જણાવ્યું હતું કે, અનોખા કાર્યક્રમ દ્વારા તેમને પોતાના બાળપણને જીવવાનો અવસર મળ્યો છે. શિક્ષકોની અથાગ મહેનત, સમર્પણ અને સુઆયોજિત આયોજનમાં મહત્ત્વનો ફાળો રહ્યો હતો. પોદાર પ્રેપ હેડમિસ્ટ્રેસ સોનલ ચેટર્જીના માર્ગદર્શન અને દિશાનિર્દેશ તેમજ આચાર્ય નરેન્દ્રસિંહ ચૌહાણનો સહયોગ રહ્યો હતો. 

Panchang

dd