• રવિવાર, 14 જૂન, 2026

રાષ્ટ્રીય કિસાન પરિષદ કચ્છના મહામંત્રી વરાયા

ભુજ, તા. 13 : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયા તેમજ રાષ્ટ્રીય મહામંત્રી જયંતીભાઈ પટેલના આદેશ અનુસાર ગુજરાત પ્રદેશ મહામંત્રી શશિકાંત પટેલ તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કિસાન હિત માટેના આયામ પાંખ રાષ્ટ્રીય કિસાન પરિષદના અધ્યક્ષ સી.કે. પટેલના માર્ગદર્શન દ્વારા રાષ્ટ્રીય કિસાન પરિષદ કચ્છના મહામંત્રી તરીકે યોગેશભાઈ પોકારની નિમણૂક કરવામાં આવી છે. હાલના સમયમાં કચ્છમાં નર્મદા નીર, ગૌ અને ગૌચર બચાવો, વીજલાઈન થાંભલા, અપૂરતું વળતર, કિસાનોને પાકના મળતા અપૂરતા ભાવ તેમજ હાલના સમયમાં કિસાનોને અપૂરતું ડીઝલ, રાસાયણિક ખાતર અને ડ્રીપ-ખાતરમાં બેફામ ભાવ વધારો, ડ્રીપ-ખાતર સમય પર ન મળવું વિગેરે બાબતોના પ્રશ્ને કિસાનોના હિતમાં કચ્છ તેમજ ગુજરાતમાં સંગઠનને મજબુતાઇ આપવા નિમણૂક અપાઈ છે. 

Panchang

dd