અંજાર, તા. 13 : ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે
અંજારનગર પ્રાથમિક શાળા નં.2માં 15 દિવસીય સમર કેમ્પ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓને વ્યક્તિત્વ વિકાસના વિવિધ મુદ્દે માર્ગદર્શન અપાયું
હતું. આ નિ:શુલ્ક
શિબિરમાં યોગ પ્રાણાયામ સાથે સૂર્યનમસ્કાર
કરાવવામાં આવ્યા હતા તેમજ વિવિધ રમતો રમાડવામાં આવી હતી. આ ઉપરાંત બેન્કિંગ
વ્યવસ્થા, પોલીસની કામગીરી, સારા
અને ખરાબ સ્પર્શ સહિતના જુદા-જુદા વિષયોની માહિત અપાઈ હતી. શિબિરમાં 126 છાત્રો જોડાયા હતા. આરએસએસના પ્રાંત કાર્યાવાહક સૌરાષ્ટ્રના મહેશભાઈ ઓઝાના અધ્યક્ષસ્થાને
યોજાયેલા સમાપન સમારંભમાં સુધરાઈ પ્રમુખ ધર્મિષ્ઠાબેન
ખાંડેકા, શિક્ષિણઅધિકારી મૂરજીભાઈ, શિક્ષિણ સમિતિના ચેરમેન બલરામભાઈ જેઠવા, વાઈસ ચેરમેન
તેજસભાઈ મહેતા, અંજાર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ચંદ્રકાંતભાઈ
પલણ, ગુજરાત રાજ્ય બોર્ડના કો-ઓર્ડિનેટર પૂજાબેન લાલવાણી સહિતના
ઉપસ્થિત રહ્યા હતા. મહેશભાઈ ઓઝાએ યોગ પ્રાણાયામ અને સૂર્યનમસ્કાર દરરોજ કરવા અનુરોધ કર્યો હતો. સચ્ચિદાનંદ મંદિરના
મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા શિબિરાર્થીઓને શૈક્ષણિક ઉપયોગી ભેટ અપાઈ હતી,
હિતેષભાઈ પ્રજાપતિ દ્વારા આર્થિક સહકાર અપાયો હતો. રિંકુબેન જોષી, નિતાબેન સોનપાર,
જયશ્રીબેન ઠક્કર, સોનુબેન પરમારે બાળકોને યોગ પ્રાણાયામ અને સંસ્કાર તેમજ સૂર્યનમસ્કાર અંગે પ્રશિક્ષણ
આપ્યુ હતું. સંચાલન અને આભારવિધિ દિનેશભાઈ ઠક્કરે કરી હતી. આયોજનને સફળ બનાવવા માટે
અલ્કાબેન ઝોટા લાલાસિંહ, જિતેન્દ્રભાઈ ખોડિયાર, સીમાબેન ઠક્કર ચાંદનીબેન દૈયા, આકાંક્ષા
શર્મા વિગેરેએ સહકાર આપ્યો હતો.