• રવિવાર, 14 જૂન, 2026

નગાસર તળાવ બ્યૂટીફિકેશનમાં કૌભાંડના આક્ષેપ

રાપર, તા. 13 : શહેરનાં ઐતિહાસિક નગાસર તળાવ ખાતે ચાલી રહેલા બ્યૂટીફિકેશનનાં કામમાં ગંભીર ગેરરીતિઓ, ગુણવત્તાના ભંગ અને જાહેર નાણાંના દુરુપયોગનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો.  રાપર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોક રાઠોડે નગરપાલિકાના મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરીને સમગ્ર કામની નિષ્પક્ષ અને તકનીકી તપાસ કરવાની માગણી કરી છે. રજુઆતમાં જણાવાયા મુજબ તળાવની આજુબાજુ અગાઉ કરવામાં આવેલી મજબૂત અને ઉપયોગી પથ્થર પાચિંગને તોડી પાડવામાં આવી રહી છે. યોગ્ય તકનીકી માપદંડોને અવગણીને સીધા માટી ઉપર આર.સી.સી. કામ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો સામે આવી છે. જેના કારણે ભવિષ્યમાં વરસાદ, ભેજ અને સામાન્ય વપરાશનાં કારણે તિરાડો પડવાની, ધસી જવાની અથવા સમગ્ર માળખું નુકસાન પામવાની સંભાવના છે. જૂનું પથ્થર પાચિંગ મજબૂત હતું તો તેને તોડી પાડવાની જરૂરિયાત શું હતી ? જો યોગ્ય સમયમર્યાદામાં તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો જનઆંદોલન છેડવામાં આવશે તેવું જણાવાયું છે.   

Panchang

dd