• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

કંડલાથી મુંબઈ વચ્ચેનાં વિમાને છેલ્લી ઉડાન ભરી : આજથી એરપોર્ટ બનશે સૂનકાર

ગાંધીધામ, તા. 22 : કંડલા એરપોર્ટ ઉપરથી  દેશના વિવિધ પ્રાંતને જોડતી હવાઈ સેવા આપવાની  વિવિધ  સંગઠનનો અને નાગરિકોને માગણી વચ્ચે પૂર્વ કચ્છમાં કાર્યરત એક માત્ર  કંડલા-મુંબઈ હવાઈ સેવા પણ  વીમાની કંપની દ્વારા બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે આ વિસ્તારના અનેક લોકોને હાલાકી વેઠવાનો વારો આવશે. કંડલા એરપોર્ટના   વિસ્તરણનો મુદ્દો છેલ્લા લાંબા સમયથી ઘોંચમાં મુકાયો છે. આ માટે સમયાંતરે વખતોવખતો પ્રયાસ હાથ ધરાયા છે. અબલત્ત આ  દિશામાં હકારાત્મક પરિણામ સાંપડયાં નથી. કંડલા એરપોર્ટનુ વિસ્તરણ ન થતાં  હાલ અહીંથી નાના વિમાન હવાઈ સેવા કાર્યરત હતી. પૂર્વ કચ્છના વિવિધ વિસ્તારોમાં માતબર રકમનું રોકાણ થયું હતું. સુદૃઢ હવાઈ સેવા એ ઉદ્યોગજગતની પ્રાથમિકતા છે. કંડલા એરપોર્ટથી ચાલતી કંડલા-મુંબઈ સેવાને એરલાઈન્સ કંપની દ્વારા બંધ  કરવાના નિર્ણય લીધો હતો. આજથી  આ સેવા બંધ થતાં આ વિસ્તારના લોકોને હવાઈ સેવાનો લાભ લેવા માટે દૂર સુધી લાંબા થવું પડશે. નોંધપાત્ર છે કે, આ પહેલાં અહીંથી કંડલા-દિલ્હી હવાઈ સેવા કાર્યરત હતી. થોડા સમયમાં આ જ સેવા પણ બંધ કરી દેવાતાં   અહીંના લોકોને ઉત્તર ભારત  જવા માટે લાંબો સફર  કરવાની ફરજ પડી રહી છે. તેવામાં મુંબઈની સેવા પણ બંધ  થતાં કંડલા એરપોર્ટમાં સૂનકાર ભાસશે. 

Panchang

dd