ભુજ, તા. 22 : અહીં મુસ્લિમ શિફા મેડિકલ ટ્રસ્ટની
કારોબારી સભા ફરઝંદે મુફતીએ કચ્છ મૌલાના સૈયદ અલ્હાજ મોહંમદ અમીનશા બાવાના અધ્યક્ષસ્થાને
મળી હતી. અમીનશા બાવાએ મુફતીએ કચ્છ સૈયદ હાજી અહમદશા બાવાએ સંસ્થાઓના નિયમ મુજબ શિસ્તનું પાલન કરવા જાત ઉદાહરણ
ટાંકીને જણાવ્યું હતું. ટ્રસ્ટીઓ શિફાના કાર્યમાં સહયોગી બનવા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના
સ્થાપક સૈયદ અહમદના એ સમર્પિત ભાવની ભલામણ કરી હતી. ટ્રસ્ટના પ્રમુખ હાજી આદમ ચાકીએ
ટ્રસ્ટીઓને જવાબદારીઓની વહેંચણી કરી હતી. ઇમારત બાંધકામ પૂર્ણતાના આરે છે ત્યારે મેડિકલ
સાધનો માટે દાન મળી રહે તે માટે પ્રયત્નો કરવા જણાવ્યું હતું. ટ્રસ્ટના ઉપપ્રમુખ હાજી યુસુફ ખત્રીની પ્રેરણાથી ચાલતા ફરતા દવાખાનાનો વાર્ષિક
અહેવાલ રજૂ કરતા ટ્રસ્ટી હાજી ઇશાક હિંગોરાએ જણાવ્યું હતું કે, 58 ગામનો સાપ્તાહિક
રૂટ બનાવાયો હતો, જેનો લાભ 20,060 દર્દીએ લીધો હતો. રૂા. 8 લાખથી વધુની દવાઓ રાહતદરે અપાઇ હતી. તિલાવતે
કુર્આન મજીદથી ટ્રસ્ટી સૈયદ હાજી કાસમશા હાજી અહમદશા બાવાએ આવકાર આપ્યો હતો. મિનિટ્સનું
વાંચન મંત્રી યુસુફ એ. જતે, ગત નાણાકીય
વર્ષના હિસાબો રજૂ ખજાનચી હાજી અબ્દુલ કરીમ મેમણે કર્યા હતા. ઇસ્માઇલ એલ. સોનેજી,
હાજી યાકુબ સોનારા, સાજીદ માણેક, હાજી સલીમ મેમણ, હાજી રશીદ ખત્રી, હાજી સિદ્દીક ત્રાયા, ઝહીર મેમણ, ફૈસલ ખત્રી, હાજી હનીફ ચાકી, હાજી
ઇબ્રાહીમ જત વિ. ઉપસ્થિત રહ્યા હતા.