શ્રીનગર, તા. 22 : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં
ગયા વર્ષે 22 એપ્રિલ 2025ના આતંકવાદી હુમલામાં 26 નાગરીકોએ જીવ ગુમાવ્યો હતો.
પહેલગામ હુમલાની પહેલી વરસીએ પીએમ મોદીએ હુમલાના મૃતકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત
કરી હતી. મોદીએ એક્સ ઉપર લખ્યું હતું કે, ગયાં વર્ષે પહેલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષોને
પોતે યાદ કરી રહ્યા છે. તેઓને ક્યારેય ભુલાવી શકાશે નહીં. આ દુ:ખની ક્ષણમાં તેઓની સંવેદના
પીડિત પરિવારો સાથે છે. એક રાષ્ટ્રનાં રૂપમાં, શોક અને દ્રઢ સંકલ્પમાં
તમામ લોકો એકજૂથ છે. ભારત આતંકવાદના કોઈપણ રૂપની સામે નમશે નહીં. `માનવતાના દુશ્મન' આતંકવાદીઓના નાપાક ઈરાદા કદી સફળ નહીં થવા દેવાય
તેવું મોદીએ જણાવ્યું હતું. ભારત ક્યારેય કોઈપણ પ્રકારના આતંક સામે ઝૂકશે નહીં. આતંકવાદીઓના
ઘૃણાસ્પદ ઇરાદા ક્યારેય સફળ થશે નહીં,` તેમણે કહ્યું. પહેલગામ
આતંકવાદી હુમલા પછી, ભારતે ઓપરેશન
સિંદૂર નામનું પાકિસ્તાન સામે બદલો લેવા માટે લશ્કરી કાર્યવાહી હાથ ધરી હતી,
જેમાં ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં
લશ્કરી અને આતંકવાદી માળખાનો નાશ કર્યો હતો.