• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

અંજારમાં આંકડો લેતો પન્ટર ઝડપાયો : મુખ્ય શખ્સનું નામ ખુલ્યું

ગાંધીધામ, તા. 22 : અંજારના ગંગા નાકા વિસ્તારમાં જાહેરમાં લોકો પાસેથી આકડાં લઈ પોતાના મુખ્ય આકાને મોબાઈલ પર લખાવતા પન્ટરને પોલીસે દબોચી તેની પાસેથી રૂા. 8440નો મુદ્દામાલ જપ્ત કર્યે હતો. અંજારના ગંગા નાકા વિસ્તારમાં કકરવા કોમ્પ્લેક્સ પાસે ઊભા રહી એક શખ્સ લોકો પાસેથી આંકડો લઈ પોતાના મુખ્ય આકાને મોબાઈલ ઉપર વ્હોટસએપ દ્વારા લખાવી રહ્યો હતો. દરમ્યાન પોલીસે અચાનક છાપો મારી આ પન્ટર એવા આમર ધાબુ મેર નામના શખ્સને દબોચી લીધો હતો. આ શખ્સના મોબાઈલમાં અલફિઝાનાં નામથી સેવ નંબર ઉપર વોટ્સએપમાં લખીને તથા વોઈસ રેકોર્ડિંગથી આંકડા મૂકી રહ્યો હતો. તેણે શનિ કાપડીનગરના શિવુભા બાલુભા જાડેજાનું નામ અલફિઝા તરીકે સેવા કર્યું હતું. આ મુખ્ય મગરમચ્છ એવા શિવુભા જાડેજાને પકડી પાડવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા શખ્સ પાસેથી રોકડ રૂા. 3440 તથા એક મોબાઈલ એમ કુલ રૂા. 8440નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો. 

Panchang

dd