• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

છપ્પન ભોગ અન્નકૂટ સાથે કથા સંપન્ન

ભુજ, તા. 22 : ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે બિરાજમાન નરનારાયણદેવનાં 203મા પાટોત્સવની ઉજવણી પ્રસંગે શ્રીહરિસ્મૃતિ પંચાહ્નપારાયણ જ્ઞાન યજ્ઞ અંતર્ગત પોથી યાત્રા, મહા અભિષેક, અન્નકુટ ઉત્સવ, ઠાકોરજીની શોભાયાત્રા, મહારાસ, સત્સંગ ડાયરો, જન્મોત્સવ, ફલદોસ્તવ સહિતના પ્રસંગો ભાવભેર ઉજવાયા હતા. મંદિરનાં મુખ્ય કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ મંદિર ખાતે મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવજીવનદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગવતની આજ્ઞાથી નરનારાયણ દેવનાં 203માં પાટોત્સવના મુખ્ય યજમાન તરીકે મૂળ માધાપર હાલે બોલ્ટન લંડનના સ્વ. વિશ્રામભાઈ કાનજી વરસાણી તથા સ્વ. ખીમજીભાઈ હીરા વાગડિયાની સ્મૃતિમાં નાનદાસભાઈ સામજી વરસાણી સહ પરીવારે મુખ્ય યજમાન પદ સ્વીકાર્યું હતુ. શ્રીહરિસ્મૃતિ પંચાહ્નપારાયણ જ્ઞાન યજ્ઞ યોજાયો હતો. પ્રારંભે પોથીયાત્રામાં સંતો, સાંખ્યયોગી બહેનો જોડાયા હતાં. પટેલ ચોવીસીની કીર્તન મંડળીએ રૂટ ઉપર રમઝટ બોલાવી હતી. મહિલા બેન્ડ અને પાઇપ બેન્ડે પણ આકર્ષણ જમાવ્યું હતું પાંચ દિવસીય શ્રીહરિસ્મૃતિ કથાનાં વક્તા તરીકે શા.સ્વામી આનંદવલ્લભદાસજી, શા.સ્વામી પ્રેમવલ્લભદાસજી, શા.સ્વામી કૃષ્ણવલ્લભદાસજી કથાનું રસપાન કરાવ્યુ હતું. સ્વામી વાસુદેવપ્રિયદાસજી અને સ્વામી નીલકંઠમુનિદાસજી સંગીતમાં સાથ આપ્યો હતો. સભા નું સંચાલન શા.સ્વામી હરિકૃષ્ણદાસજી અને કૃષ્ણવિહારીદાસજીએ કર્યુ હતું. ઘનશ્યામ જન્મોત્સવ, શ્રીહરિ ભુજ આગમન, ફૂલદોત્સવ, ઠાકોરજીની શોભાયાત્રા સહિત પ્રસંગોની ઉજવણી કરાઈ હતી. સ્વામી જગતપાવનદાસજી, સ્વામી સનાતનદાસજી, સ્વામી મુકુંદજીવનદાસજી વિ. સંતોએ આશિર્વચનો પાઠવ્યા હતાં. કથા દરમ્યાન રાત્રી કાર્યક્રમોમાં મહારાસોત્સવ સત્સંગ ડાયરો સહિતનાં કાર્યક્રમો યોજાયા હતાં. સમાપને સવારે પંચામૃતથી ઠાકોરજીનો મહાઅભિષેક, બાદમાં 56 ભોગ અન્નકૂટ ઉત્સવની ઉજવણી કરાઈ હતી. આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદ મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભુજ, અંજાર, ગાંધીધામ, અબડાસા, રાપર, મુંદરા તેમજ ચોવીસીના ગામોથી લોકો ઉમટયા હતા. કોઠારી સ્વામી ગોલોકવિહારી દાસજી, મુખ્ય કોઠારી રામજીભાઈ વેકરીયા, ઉપકોઠારી જાદવજીભાઈ ગોરાસીયા, ટ્રસ્ટીઓ, ખીમજી ભગત, દિનેશ ભગત, ઘનશ્યામ-વલ્લભદાસજી, પુરૂષોત્તમપ્રિયદાસજી, હરિપ્રસાદદાસજી, વિજ્ઞાનદાસજી, ભક્તિપ્રકાશદાસજી, પુરૂષોત્તમસ્વરૂપદાસજી, કૃષ્ણવિહારીદાસજી, શાન્તિસ્વરૂપદાસજી, નંદકિશોરદાસજી, ઘનશ્યામચરણદાસજી, ગોવલ્લભદાસજી, દિવ્યપ્રસાદ દાસજી, વિવેકસાગર દાસજી, જગજીવનદાસજી, ઘનશ્યામપ્રકાશદાસજી, બ્રહ્મવિહારીદાસજી, જ્ઞાનસ્વરૂપદાસજી, જ્ઞાનપ્રિયદાસજી, નિલકંઠસ્વરૂપદાસજી, ઘનશ્યામચરણ દાસજી, ઘનશ્યામસેવકદાસજી, પ્રેમવલ્લભદાસજી આદિ સંતો, નરનારાયણ દેવ યુવક, યુવતી અને મહિલા મંડળે જહેમત ઉઠાવી હતી. 

Panchang

dd