ગાંધીધામ, તા. 22 : આદિપુરમાં જુમાપીર ફાટક નજીક
બાઈકને ભેંસ આડી ઊતરતાં બાઈક પરથી પટકાયેલા અશોક પ્રિતમદાસ લખવાણી નામના આધેડે જીવ
ખોયો હતો. આદિપુરની સાધુ વાસવાણી કુંજ સોસાયટીમાં રહેતા અશોક લખવાણીને ગત તા. 17/4ના રાત્રિના ભાગે અકસ્માત નડયો
હતો. ડ્રાઈવિંગનું કામ કરતા આ આધેડ અમદાવાદ ગયા હતા,
ત્યાંથી પરત આવી આદિપુરમાં પોતાના શેઠને ત્યાં ગયા હતા, ત્યાંથી બાઈક નંબર જીજે-12-ઈએલ-4978 લઈને તે પોતાના
ઘર તરફ જઈ રહ્યા હતા, દરમ્યાન જુમાપીર
ફાટક નજીક પહોંચતાં અચાનક ભેંસ આવી જતાં આ આધેડ નીચે પટકાયા હતા, જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને પ્રથમ રામબાગ પછી ખાનગી હોસ્પિટલ
લઈ જવાયા હતા, ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવાયા હતા,
જ્યાં સારવાર દરમ્યાન તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. બનાવ અંગે તેમની
દીકરી ડિમ્પલબેન વિક્રમ લિંબાચિયાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.