• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

ગાંધીધામ મુસ્લિમ અગ્રણીને બદનામ કરવાના કેસમાં ત્રણ આરોપીના આગોતરા ફગાવાયા

ગાંધીધામ, તા. 22 :  કચ્છના મુસ્લિમ સમાજના  અગ્રણીને બદનામ કરીને પૈસા પડાવવાના રચાયેલા કારસાના કેસમાં ત્રણ આરોપીના આગોતરા જામીન ગાંધીધામની કોર્ટે ફગાવી દીધા છે. આ કેસની પૂર્વ વિગતો મુજબ મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ  14 આરોપી સામે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.  આ કેસમાં જે-તે સમયે પોલીસે બે આરોપીની ધરપકડ પણ કરી હતી અને પોલીસે બે દિવસના રિમાન્ડ  પણ મેળવ્યા હતા. દરમ્યાન અન્ય  આરોપીઓ  ઈશાક જુમાભાઈ જત, સલીમ આમદ જત અને અદ્રેમાન આદમ હશેન પડિયારે ગાંધીધામની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. ગાંધીધામની કોર્ટે ત્રણેય આરોપીની આગોતરા જામીન અરજી  ફગાવી  દીધી હતી. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ એચ.પી.  ગઢવી, એસ.જી. રાણા અને મૂળ ફરિયાદી તરફે  યાકુબ થારાણીએ હાજર રહી દલીલો કરી હતી. 

Panchang

dd