નવી દિલ્હી, તા. 22 : પહેલગામ આતંકવાદી
હુમલાને બુધવારે એક વર્ષ પૂરું થયું છે, ત્યારે 26 નિર્દોષનો
ભોગ લેનાર અમાનવિય કૃત્યની પહેલી વરસીએ યૂરોપીય
સંઘ અને તેના 27 સભ્ય દેશોએ ભારતને સમર્થન જાહેર
કરતાં આતંકવાદની ટીકા કરી હતી અને પહેલગામ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ પહેલી વરસીએ
કાશ્મીરના તમામ પર્યટન સ્થળો પર સુરક્ષા વધારી દેવાઇ હતી. સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે. યૂરોપીય સંઘે સત્તાવાર નિવેદન કરતાં કહ્યું
હતું કે, ભારતમાં થયેલા એ આતંકવાદી હુમલાને કદી પણ યોગ્ય
ન ઠરાવી શકાય. આતંકવાદ સામે લડાઇમાં અમે ભારતની સાથે છીએ, તેવું
યૂરોપીય સંઘે જણાવ્યું હતું. નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવા કોઇ પણ પરિસ્થિતિમાં સ્વીકાર્ય
નહતા. દુનિયાભરના દેશોએ પહેલગામ આતંકવાદી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. યૂકેના
દૂતાવાસે આતંકવાદની ટીકા કરી હતી.ઇઝરાયલના વિદેશમંત્રી નિદોન સારે કહ્યું હતું કે,
અમે આતંકવાદ સામે લડતમા ભારત સાથે છીએ.ભારતીય સેનાએ જણાવ્યું હતું કે,
ન્યાય જરૂર મળશે. ભારત વિરોધી હિંસક કૃત્યનો જડબાતોડ જવાબ અપાશે. ઓપરેશન
સિંદૂર જારી છે.