ભુજ, તા. 22 : અનુશાસનની યાત્રાએ નીકળેલા
ભુજના ત્રણ દીક્ષાર્થી આદિકુમાર, હિતકુમાર
અને દિવ્યકુમારે કોલ્હાપુર મધ્યે ગુરુભગવંતોની નિશ્રામાં દીક્ષા અંગિકાર કરવા પ્રસ્થાન
કર્યું, ત્યારે ભુજ દાદાવાડી મધ્યે સમસ્ત જૈન સમાજની વિશાળ ઉપસ્થિતિમાં
ત્રણે દીક્ષાર્થીને સાતે સંઘના પદાધિકારીઓએ શુભેચ્છા પાઠવી હતી. તા. 26-4ના આ ત્રણ દીક્ષાર્થી આચાર્ય
ભગવંત અભયશેખર સૂરિશ્વરજી મ.સા.ના હસ્તે કોલ્હાપુર મધ્યે દીક્ષા અંગિકાર કરશે. દાદાવાડી
મધ્યે આવેલા ત્રણે દીક્ષાર્થીની ભાવનાને બિરદાવવામાં આવી હતી અને જિનશાસનની સેવા કરવા
તત્પર બનેલા ત્રણે બાળકને સંઘે અનેકવિધ શુભેચ્છાઓ પાઠવી હતી. ભુજ સાત સંઘ અધ્યક્ષ સ્મિતભાઇ
ઝવેરી, કીર્તિભાઇ શાહ, પી. સી.
શાહ, રજની પટવા, વાડીલાલ મહેતા,
કમલેશ સંઘવી, વીરસેનભાઇ શાહ, દલીચંદભાઇ મહેતા, ધીરજલાલ દોશી, ધીરેન લાલન, ભરત સંઘવી, પ્રકાશ
ગાંધી, રમણિક મહેતા, ડો. રૂપાલી મોરબિયા,
પ્રબોધ મુનવર તથા શ્રાવક-શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભુજ જૈન સાત સંઘ અધ્યક્ષ સ્મિતભાઇ ઝવેરીએ જણાવ્યું હતું કે, દીક્ષા
મહોત્સવ અવિસ્મરણિય રહેશે. ત્રણે દીક્ષાર્થી જિનશાસનથી આન-બાન-શાન વધારશે તેવી શુભેચ્છાઓ
પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન એલ. પી. શાહે કર્યું હતું.