લુણી, તા. 26 : લુણંગદાદાનાં ધામ પર આવતાં
ભાવવિભોર થઈ જવાય એવું જાતરનો પ્રારંભ કરાવતા મહેશ્વરી સમાજના કરમવંગિયા પીર નારાણદેવે
જણાવ્યું હતું. `િશક્ષિત અને
સંગઠિત સમાજ પોતાની પ્રતિભાઓને વિકસાવે' એવું ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું. અખિલ
કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા બારમતિ ધર્મપંથ આપીને પરંપરાગત મેળા-યાત્રાની
શરૂઆત કરાઇ અને મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઊમટયા હતા. આ અગાઉ મુંદરા-માંડવીના ધારાસભ્ય
અનિરૂદ્ધભાઈ દવેએ મંદિરે દર્શન કરીને ધાર્મિક પરંપરાને બિરદાવી હતી. ટ્રસ્ટના પ્રમુખ
કિશોર પિંગોલના નેજા હેઠળ તમામ યાત્રિકોએ મહાઆરતી કરીને ભાવવિભોર બન્યા હતા. શંકરભાઈ
સીજુ, નંદિનીબેન કોચરા, પ્રિયાંશી આહીર
એન્ડ ગ્રુપે ભાવગીતોની રમઝટ બોલાવી હતી. રાત્રે દક્ષાબેન બડગા, દિનેશભાઈ ચંદે ગ્રુપ તરફથી ગીત-સંગીત, નાટક સાથે બાળકોએ
પ્રતિભા રજૂ કરી હતી. ટ્રસ્ટ દ્વારા તમામ પ્રતિભાઓનું સન્માન કરાયું હતું. મંદિરના
ગત વર્ષના ચડાવાના દાતા પરિવારોને પાઘ-શાલથી સન્માનવામાં આવ્યા હતા અને આ વર્ષના ચડાવાની
બોલીમાં ધ્વજારોહણનો ચડાવાનો ગણેશનગરના દેવજી ધરમશી ધેડા પરિવાર, કળશના ચડાવાનો મોટા કપાયાના ફાલ્ગુનીબેન દામજીભાઈ ધેડા પરિવાર અને હિંડોળાના
ચડાવાનો લાભ વિરાણિયાના રાઘવજી ગાંગજીભાઈ પાતારિયાએ સૌથી ઊંચી બોલી સાથે લીધો હતો.આ
પ્રસંગે મોટા કપાયાના કરશન ગાંગજીભાઈ કોચરા પરિવારે નિર્માણાધીન સાવિત્રીબાઈ ફુલે કન્યા
છાત્રાલયના એક રૂમના દાતા તરીકે રૂ. 3,પ1,000નું દાન જાહેર
કર્યું હતું. આ સાથે આરતી દામજી નંજાર, આસિ. મેનેજર આઈઓબી, નિધિ દામજી નંજારાની જૂનિ. એસો. એસબીઆઈ
તરીકે પસંદગી થતાં, વિશનજી નારાણભાઈ સિંગરખિયા નિવૃત થતાં,
સ્વ. દેવલબેન તેજાભાઈ સોધમના સ્મરણાર્થે હસ્તે નારાણ સોંધરા અને કોંગ્રેસ
પરિવાર, હસ્તે વીરમ શાંખરાએ દાનની રકમ અર્પણ કરી હતી. નવી ઓફિસના
ઉદ્ઘાટન પ્રસંગે એડ. કાનજી સોંધરાએ રૂા. રપ,000ની રકમ જાહેર કરી હતી. આ સાથે સમાજના તેજસ્વી તારલાઓ અને વિશિષ્ટ
સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. મોમેન્ટો અને પ્રમાણપત્રના દાતા
દામજી ધેડા અને સુરેશ ફફલ રહ્યા હતા. કાર્યક્રમોનું સંચાલન પ્રમુખ કિશોર પિંગોલ, નવીન ફફલ, લક્ષમણ થારૂ,
મનજી વિશરિયા, નવીન ચંદે, જીવણ વિંઝોડા, રામસીં બામણિયા, કિશોર ફુફલ, દિલીપ આયડી અને અરાવિંદ રોલાએ કર્યું હતું.
મેળા પરિસરના સ્ટોલની વ્યવસ્થાના કન્વીનર ભચુ પિંગોલ હતા અને તેમની સાથે મનોજ વિંઝોડા,
ગાંગજી મહેશ્વરી, માલશી દનિચા, ધર્મેન્દ્ર ગરવા, થાવર ડુંગળિયા, કાનજી સોધમ, કાનજી સૂંઢા રહ્યા હતા. મેળામાં દાન-ફંડની
વ્યવસ્થામાં ખજાનચી ખેતશી નંજાર, અશોક ગડણ, ગાવિંદ સિંચની સાથે હીરજી ચંઢારિયા, બુધારામ કેનિયા,
બાબુ વિશરિયા રહ્યા હતા. પૂજા અને મંદિર સંચાલનમાં પૂજારી મગનદાદા, રમેશ એસ. ધુવા, કિશોર
અને અન્યોએ વ્યવસ્થા જાળવી હતી. ભોજનાલયમાં મંગલ ખાંખલા, રમિલાબેન
માતંગ અને વડઝર ગ્રુપ હતા. સ્વાગતમાં નારાણ બળિયા, એડ. સંજય કેનિયા,
એડ. લક્ષ્મીચંદભાઈ, ભાવેશ ફુફલ, રમેશ બી. ધુવા, રાજેશ થારૂ, ધવલ
માતંગ જોડાયા હતા. મરીન પોલીસ સ્ટેશન પીઆઈ હાર્દિકભાઈ ત્રિવેદીના નેજા હેઠળ પોલીસ અને
હોમગાર્ડ ભાઈ-બહેનો, પીએચસીના સીએચઓ ડો. આર્યન પરમાર વિ.એ સહયોગ
આપ્યો હતો. આ પ્રસંગે માતંગ મંડળના પ્રમુખ પચાણભાઈ, ગુરુ બ્રાહ્મણ
મંડળના પ્રમુખ ભારમલ ગરવા, મુંદરા તા. ભાજપ પ્રમુખ શક્તાસિંહ
જાડેજા, તા. કોંગ્રેસ પ્રમુખ વિરમ શાંખરા, પૂર્વ જિ.પં. સદસ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજા, તા. ભા. મહામંત્રી
માણેક ગઢવી, જિજ્ઞેશ હુંબલ, કિશોરાસિંહ
સોઢા, પૂ. તા.પં. સદસ્ય આશારિયા ગીલવા, અલ્તાફ રેલિયા, મહેશ્વરી સમાજ તા. પ્રમુખ મીઠુભાઈ સિંચ,
પૂ. નગરપતિ અશોક હાથી, કંડલા કોમ્પ્લેક્સ પ્રમુખ
જીવરાજ ભાંભી, પૂ. ન. પા. સદસ્યા મનીષા ધુવા, ચંદ્રિકાબેન, પૂર્વીબેન મેઘાણી, પૂર્વ ધારાસભ્ય વાલજીભાઈ દનીચા, ડો. દિવ્યાબેન,
સામાજિક અગ્રણી મયૂર બળિયા, એડ. વાલજી આયડી,
ગેભીદાદાના મનજી ભરાડિયા, સે. 7 સપનાનગરના કરશન દનીચા, દિપેન જોડ, નાનજી સિંચ,
જામનગરથી માલદે ફફલ, નિતેષ લાલણ, પ્રકાશ મારાજ, બગથડા યાત્રાધામના ખીમજી સિંધવ,
મોહન ધુવા, રવિ ધેડા, દેવજી
રાશિંયા, નરેશ થારૂ, મુંદરા કાર્યકારી પ્રમુખ
અશોક, મેઘજી સોધમ, મનોજ વિશરિયા,
રિષી ઝંઝક, સની ડુંગળિયા મંચસ્થ રહ્યા હતા. લુણંગધામના
સ્ટાફ અને છાત્રગણે જહેમત ઉઠાવી હતી. આભારવિધિ ટ્રસ્ટના મહામંત્રી ડો. એલ.વી. ફફલે
કરી હતી.