• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

મુન્દ્રા નવી નગરપાલિકા; તબક્કાવાર પ્રયાસ; રિસાયકલ યુનિટ પણ શરૂ: નપા

ભુજ, તા. 9 : `મુન્દ્રા બારોઈ નગરપાલિકા નવી અને ઉભરતી  નગરપાલિકા છે અને ખાસ કરીને સફાઈના મુદ્દે શરૂઆતથી જ ઘણું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આમ છતાં ખૂટતી કડીઓ છે એ પૂર્ણ કરવામાં આવી રહી છે. દરમિયાન, હવે મંજુર થયેલી ડમ્પિગ સાઈડમાં મશીનો પણ લાગી ગયા છે અને કામ પણ શરૂ થઈ ગયું છે, `એમ કહે છે નગરપાલિકાના અધ્યક્ષા રચનાબેન જોશી. શ્રીમતી જોષીએ વધુમાં કચ્છમિત્રને આ મુદ્દે પ્રતિભાવમાં જણાવ્યું હતું કે,નવી નગરપાલિકા માટે સફાઈ એ મોટો પડકાર હતો. પણ, તબક્કાવાર અમે પગલાં લઈ રહ્યા છીએ. પ્લાસ્ટિક મુક્ત મુન્દ્રા રહે એ માટે વેપારીઓ સાથે વ્યાપક બેઠક પણ યોજી હતી અને કેવી રીતે કચરો ઓછો થાય તેવી યોજના બનાવી હતી. આ ઉપરાંત અવારનવાર સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરાયું છે અને હવે ધીમે ધીમે સરકારની ગ્રાન્ટો પણ વધી રહી છે, અને વિકાસ કામો આગળ વધી રહ્યા છે. ટૂંક સમયમાં સ્વચ્છ સિટીમાં મુન્દ્રાનું નામ આવી જશે એવો મને વિશ્વાસ છે. આ દરમિયાન, કચરાનો નિકાલ કરી તેના પર રિસાયકલ પ્રક્રિયા કરવા માટેની મશીનરી પણ આવી ગઈ છે અને ગોયરસમા પાસે ડમ્પિગ સાઈટ પર વિકસાવાઈ ચૂકી છે. જેનું કામ પણ શરૂ થઈ ગયું છે.

Panchang

dd