• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

કેન્સર જાગૃતિ જેવા પ્રકલ્પો હાથ ધરવા અનુરોધ

ભુજ, તા. 9 : ભારતમાં દર સાત મિનિટે સર્વાઇકલ કેન્સરથી(ગર્ભાશયના કેન્સર) એક મહિલાનું મૃત્યુ થાય છે, ત્યારે આ દિશામાં જાગૃતિ લાવવા અને  રસીકરણ માટે ઝુંબેશ શરૂ કરવા જેવા લાંબાગાળાના પ્રકલ્પો હાથ ધરવા ડિસ્ટ્રીક્ટ ગવર્નર નિગમ ચૌધરીએ રોટરી ક્લબ ઓફ ફ્લામિંગો સાથેની  બેઠકમાં  રોટેરિયનોને અનુરોધ કર્યો હતો. કચ્છની મુલાકાતે આવેલા ડિસ્ટ્રીક્ટ ગવર્નર ચૌધરીએ ભુજ ખાતે મળેલી બેઠકમાં આગામી સમયમાં લોકલક્ષી પ્રોજેક્ટ અમલમાં મૂકવા ઉપરાંત ભૂતકાળના લોકભોગ્ય  બનેલાં કામોને પુન:સક્રિય કરવા જણાવ્યું હતું. નિગમ ચૌધરીએ માનવીય અભિગમ અને પશુસેવાની દિશામાં પણ કચ્છમાં વ્યાપક કામો કરવા પર ભાર મુક્યો હતો. શૈલેષભાઈ જોશીના હસ્તે સ્વ. ઉષાબેન તથા સ્વ. અરાવિંદભાઈ જોશી પરિવાર તરફથી સ્વર્ગ પ્રયાણધામના વિકાસ માટે રૂા. એક લાખનો ચેક ગવર્નરને અર્પણ કરાયો હતો. આ પૂર્વે શ્રીરામ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીના અને દાતા વિનોદભાઈ પુરુષોત્તમ સોલંકી તેમજ ડો. જ્ઞાનેશ્વર રાવ, અરુણભાઈ વચ્છરાજાની સહિતના રોટેરિયન સાથે ડિસ્ટ્રીક્ટ ગવર્નરે સ્વર્ગ પ્રયાણધામની તેમજ યક્ષ મંદિર પાસે આવેલાં સુપાર્શ્વ જૈન સેવા મંડળ કરુણાધામની મુલાકાત લીધી હતી. બેઠકમાં ક્લબના પ્રમુખ ધવલ પાઠકે સ્વાગત કર્યું હતું. રોટરીના આસિ.ગવર્નર રાજેશ પલણે ગવર્નરનો પરિચય આપ્યો હતો. મંત્રી દિનેશ રામાનુજે ક્લબ દ્વારા થયેલા 28 પ્રોજેક્ટનો અહેવાલ આપ્યો હતો. ઇન્નરવ્હીલનાં મંત્રી રચનાબેન શાહ, ફાલ્ગુની પારેખ તેમજ ગવર્નરના પત્ની પ્રજ્ઞાબેન ચૌધરી ઉપસ્થિત રહ્યાં હતાં. ભરતભાઈ મહેશ્વરીએ સર્વાઇકલ કેન્સર રસીકરણ સબંધી પૂરક જાણકારી મેળવી હતી. પૂર્વ પ્રમુખ પ્રાર્થન અંજારિયાની ઉપસ્થિતિમાં ગવર્નરે રોટરી ઇન્ટરનેશનલમાં દાન આપનારા  હરેશ ફૂફલને પ્રમાણપત્ર એનાયત કર્યું હતું. ડિસ્ટ્રી.કો-ઓ માલિંદ વૈદ્ય, વિમલ મહેતા, હાર્દિક ઠક્કર, શૈલેષ માહેશ્વરી, જ્યોતિર્ધર ધોળકિયા, રાજેશ મહેતા, કપિલ ગોર, અશોક આચાર્ય, લાલજી મહેશ્વરી, વિનુદાન ગઢવી, હસ્તિન આચાર્ય, વી. સી. માંડલિયા, સંજય પૂજારા, વ્યોમ અંજારિયા, કુલદીપાસિંઘ સાંધા, સુનીતા ભણસાલી, ભૌમિક વચ્છરાજાની જોડાયા હતા.

Panchang

dd