ગાંધીધામ,તા.16 : ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં
દર મહિને 700 લોકોને કુતરા કરતા હોવાના કેસ
સામે આવે છે. જેના પગલે મહાનગરપાલિકાની એનિમલ બર્થ કંટ્રોલ કમિટી સક્રિય થઈ છે.અને
હોસ્પિટલ તેમજ સ્કૂલ સંકુલ ના પ્રાંગણમાં કુતરા ન પ્રવેશે તે માટેની તાકીદ કરવામાં
આવી છે. અને એક નોડલ ઓફિસરની નિમણૂક કરવા માટે સૂચના પણ આપવામાં આવી હતી. મ્યુનિસિપલ
કમિશ્નર મનીષ ગુરવાણી, સીડીએચઓ ડો
મિતેશ ભંડેરી ના માર્ગદર્શન હેઠળ આદર્શ કન્યા મહાવિદ્યાલય અને ગાયત્રીનગર સ્કૂલ ગળપાદર
ખાતે વિદ્યાર્થીઓ તેમજ સ્કૂલ પ્રશાસન તેમજ લોકોમાં જાગૃતિ આવે તે માટે કાર્યક્રમનું
આયોજન કરવામાં આવ્યું હતું પાસું ડૉક્ટર ઉમંગ ડુબરીયા,ડો ચાંદની
,ડો તુષાર પટેલ,ડો રોહિત,ડો સ્વાતિ પટેલ ,અલ્પા મારવાડા,વિનોદ ગેલોતર,નીશા સથવારા,રમીલા
અને આશા બહેન,સ્કૂલના આચાર્ય પ્રકાશ ચંદનાની,મહેશ વાઘેલા,કેરૂલ પટેલ અને શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરપાલિકા ખાતે કરણ ધુઆ નોડલ તરીકે કામ
કરશે. કૂતરા, બિલાડા કે જંગલી કે પાલતૂ
જાનવર ચાટે કે નખ ભરાવે કે કરડે તો તાત્કાલિક એ જગ્યાએ 15 મિનીટ પાણી ના ફોર્સ થી સાફ
કરવા ,સાબુ વડે ધોવા, સ્પિરિટ
કે એન્ટીસેપ્ટીક થી સાફ કરવા માટે કહ્યું હતું.તરત જ ડોક્ટર નો સંપર્ક કરી ઈન્જેક્શન
નો કોર્સ પૂરો કરી લેવા જણાવ્યું હતું.પાલતુ પ્રાણીઓ ને સમયસર રસીકરણ કરાવવા માટે સૂચના આપવામાં આવી હતી. લોકોને કુતરા
કરડે ત્યારે હડકવા વિરોધી રસી આદિપુર રામબાગ હોસ્પિટલ ઉપરાંત આદિપુર 4બી,64 બજાર અને કિડાણા, મીઠીરોહર, મેઘપર,
સુંદરપુરી, ગણેશનગર, રેડક્રોસ
સરકારી હોસ્પિટલ, સપનાનગર અને મહેશ્ર્વરી નગર અર્બન હેલ્થ સેન્ટર
ખાતે આપવામાં આવે છે.બાળકો એ આવો કરડવાનો બનાવ
બને તો ડર્યા વિના વાલીને જણાવવા અનુરોધ કરાયો હતો. ઉપરાંત તંદુરસ્તી સંબંધી ખોરાક
લેવો અનેવ્યસન થી દૂર રહેવા, અભ્યાસ મા આગળ કેમ વધવુ એ બાબતે
માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.