• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

મલેશિયા સામે ભારતનો 315 રને મહાવિજય

દુબઇ, તા. 16 : યુવા મધ્યમ ક્રમ બેટર અભિજ્ઞાન કુંડુની અણનમ વિક્રમી બેવડી સદી બાદ દીપેશ દેવેન્દ્રની પ વિકેટની મદદથી અન્ડર-19 એશિયા કપની મેલેશિયા સામેની મેચમાં ભારતનો 31પ રને મહાવિજય થયો હતો. ગ્રુપ સ્ટેજની તમામ ત્રણેય મેચ જીતીને ભારતીય યુવા ટીમ સેમિફાઇનલમાં પહોંચી છે. પ્લેયર ઓફ ધ મેચ અભિજ્ઞાન કુંડુએ ફક્ત 12પ દડામાં 17 ચોગ્ગા અને 9 છગ્ગાથી 209 રનની વિક્રમી ઇનિંગ રમી હતી. તે અન્ડર-19 વન-ડેમાં ભારત તરફથી બેવડી સદી કરનારો પહેલો બેટર બન્યો છે. ભારતના પ0 ઓવરમાં 7 વિકેટે 408 રનના જવાબમાં બિન અનુભવી મલેશિયા ટીમ 32.1 ઓવરમાં 93 રને ઓલઆઉટ થઇ હતી. અભિજ્ઞાન કુંડુ અન્ડર-19 એશિયા કપમાં ભારત તરફથી સૌથી મોટી ઇનિંગ રમનારો બેટધર પણ બન્યો છે. તેણે વૈભવ સૂર્યવંશીનો વિક્રમ તોડયો છે. સૂર્યવંશીએ યુએઇ સામે 171 રનની ઈનિંગ રમી હતી. મલેશિયા ટીમ આઇસીસીની ફૂલ મેમ્બર ટીમ ન હોવાથી યૂથ વન-ડેમાં અભિજ્ઞાનનો રેકોર્ડ અંકિત થશે નહીં.  ભારત તરફથી વૈભવ સૂર્યવંશીએ પ0 અને વેદાંત ત્રિવેદીએ 90 રનની ઈનિંગ રમી હતી. કપ્તાન આયુષ મ્હાત્રે 14 રન જ કરી શક્યો હતો. બાદમાં 409 રનના વિજય લક્ષ્યનો પીછો કરતાં મલેશિયાની ટીમ 93 રનમાં ઢેર થઇ હતી, જેમાં નવમા ક્રમના ખેલાડી હમઝાના 3પ રન સર્વાધિક હતા. ભારત તરફથી દીપેન દેવેન્દ્રે 22 રનમાં પ વિકેટ લીધી હતી. ઉદ્ધવ મોહનને 2 વિકેટ મળી હતી. 

Panchang

dd