• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

સપ્તાહ પૂર્વે રૂદ્રમાતા પાસેના અકસ્માતમાં ચાલકનું સારવાર દરમ્યાન મોત

ભુજ, તા. 16 : સપ્તાહ પૂર્વે ગત તા. 9/12ના રૂદ્રમાતા પાસે બે ભારે વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાલક લક્ષ્મણભાઇ શામજીભાઇ ચમાર (રહે. ગાંધીધામવાળા)નું આજે સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું, જ્યારે આજે ભુજના 30 વર્ષીય યુવાન રવિ લક્ષ્મણ માતંગે ગળેફાંસો ખાઇ મોતને વહાલું કરી લીધું હતું. માધાપર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 9/12ના રૂદ્રમાતા પાસેના આંબેડકર નગર નજીક ટ્રક અને ટ્રેઇલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રકચાલક લક્ષ્મણભાઇ ચમાર (રહે. ગાંધીધામ)ને માથા અને મોઢાંના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને તેની સારવાર ચાલુ હતી, તે દરમ્યાન આજે લક્ષ્મણભાઇનું મોત નીપજ્યું હતું. અજાણ્યા ટ્રેઇલરચાલક સામે માર્ગ અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચાડી મોત નીપજાવ્યા અંગેનો ગુનો દાખલ કરાયો છે. બીજી તરફ ભુજ આશાપુરા નગરમાં રહેતા યુવાન રવિ માતંગે આજે બપોરે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો લેતા તેને સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. 

Panchang

dd