ભુજ, તા. 16 : ગેરકાયદે રીતે ગેસના બાટલાનું
વેચાણ કચ્છમાં ચાલી રહ્યું છે. અગાઉ આ રીતે અનેક બનાવો સામે આવી ચૂક્યા છે, ત્યારે ખાવડા પાસેના આર.ઇ. પાર્કમાં ચાલતા આવા
વેચાણ પર એલસીબીએ ધોંસ બોલાવી આવી આધાર વિનાની 20 ભરેલી અને એક ખાલી કોમર્શિયલ
ગેસની બોટલ તથા બે ઘરેલુ ગેસની બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. આ અંગે એલસીબીએ
જાહેર કરેલી વિગતો મુજબ એલસીબીની ટીમ ખાવડા બાજુ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી કે, એક દુકાનદાર ગેસના બાટલા રાખી વેચાણ કરે છે, જેમાં કામ
કરતો દિનેશકુમાર મહેન્દ્રસિંહ (રહે. હાલે આર.ઇ. પાર્ક, મૂળ રાજસ્થાન)
ગેસની બોટલો ગેરકાયદે રીતે વેચી રહ્યો છે. આથી એલસીબીએ તેને ઝડપી તેની પાસેથી 21 કોમર્શિયલ ગેસની બોટલ, જેમાં 20 ભરેલી, એક ખાલી તથા બે ઘરેલુ ગેસની બોટલ મળતાં તેના
આધાર-પુરાવા માગતાં તે આપી શક્યો ન હતો. દિનેશકુમારને શક પડતાં ગેસના બાટલા સાથે ઝડપી
કાર્યવાહી કરાઇ હતી.